મોબાઈલ નંબર મેળવી મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધનાર શખ્સ ગણતરીના કલાકોમાં ઝડપાયો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની યુવતીના મોબાઈલ નંબર મેળવી વિશ્વાસમાં લઈ ભીમરાણાના શખ્સે ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યા બાદ સીટી સી માં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ભોગબનનાર યુવતીને ઓખાના ભીમરાણા ગામના જગદીશ બાબુ વારસાકીયા નામના શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઈ આઈપીસી કલમ 363, 366, 376 તથા P.O.C.S.O 4, 6 ગુનામાં સંડોવાયેલ હોય તેને ગણતરીના કલાકમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીએ ભોગબનનારના મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ સંપર્ક કરી મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવી જગદીશે પોતાની ઓરડીમાં મકાન માલિક સાથે ખોટું બોલી રહેવા બોલાવી ત્રણ વખત શારીરિક સંબંધ બાંધી કૃત્ય આચરતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર અને હીતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.
0 Comments
Post a Comment