જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર - રાજકોટ હાઈવે પર ફલ્લાથી રામપર પાટિયા વચ્ચે ટ્રક ચાલકે અજાણ્યા વ્યક્તિને હડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ નિપજતા પોલીસે મરણ જનારની ઓળખાણ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર - રાજકોટ હાઈવે પર ફલ્લાથી રામપર પાટિયા વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિનું જીજે 37 ટી 9106 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈ પૂર્વક ચલાવી અજાણ્યા વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા પંચ એ ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતક અજાણ્યા વ્યક્તિએ સફેદ ફૂલની ડિઝાઈન વાળો શર્ટ, લીલા કલરનું પેન્ટ પહેર્યું હોય જે કોઈ ઓળખતા હોય તેને પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અપીલ કરી હતી.
0 Comments
Post a Comment