જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં સનસીટી વિસ્તારમાં છરી બતાવી લૂંટ ચલાવનાર શખ્સોને લતાવાસીઓએ ઝડપી લઈ બે શખ્સને પોલીસને સોંપી એક નાસી જનાર શખ્સની શોધખોળ કરી ત્રણેય વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરના સનસીટી વિસ્તારમાં વહેલી સવારે લૂંટ કરવા આવેલ છે એવી શંકા દર્શાવીને એક યુવાનને લમધાર્યો હતો તેની સાથેના યુવકને ઈજા થઈ હતી દરમ્યાન મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં ભોગ બનનાર દ્વારા વાહન અથડાતા માથાકૂટ થયાની કેફિયત આપી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરતા હિતેશભાઈ અમુભાઈ પરમાર સાથે ગાડી અથડાવી છરી બતાવી રૂ. 2500 થી 3000ની લૂંટ ચલાવતા બે આરોપીઓને લતાવાસીઓએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યા હતા ત્યારબાદ એક આરોપી નાસી જતાં તેને પણ સીટી એ સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ઝડપી લેતા ત્રણેય આરોપી હુશેન ઉર્ફે શાહુ હનીફભાઈ શેખ, ઈમરાન હનીફ સમા અને નાસી જનાર ખલીલ ઇસ્માઈલ નામના ત્રણ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ એમ. જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવીન્દ્રસિંહ પરમાર, શિવરાજસિંહ રાઠોડ અને કાનાભાઈ ધ્રાંગીયા દ્વારા કરવામાં આવી હતી.