જામનગર મોર્નિંગ - જામનગર તા.૦૨ : શહેરના દક્ષીણ બાજુના પ્રવેશ દ્વાર સમાન લાલપુર બાયપાસ ચોકડીથી દરરોજ હજારો વાહન શહેરમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે તેમજ રિલાયન્સ , ન્યારા જેવી કંપનીઓ સહીત યાત્રાધામ દ્વારકા જતા વાહનો પણ લાલપુર બાયપાસ ચોકડી થઈને પસાર થાય છે સાથે જ બાજુમાં જ આવેલ દરેડની ચહલ-પહલ જેથી અહી વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત વાહનોની કતાર રહેતી હોય છે.
શહેરની આ વર્ષો જૂની સમસ્યા છે સૌને ખ્યાલ છે ખાસ કરીને સાંજના સમયે સજ્જડ ટ્રાફિક જામ થઇ જાય છે . ટ્રાફિક દુર કરવામાં કરાવવામાં પોલીસ ટુકી પડે તેવી સ્થિતિ સર્જાય છે છતાં આ વિસ્તાર જેનામાં આવતો હોય એ જામનગર મહાનગર પાલિકા અથવા તો જામનગર શહેરી વિકાસ સત્તામંડળ આ બાબતે ખાસ રસ લઈને વર્ષો કહો કે દાયકા જૂની આ ટ્રાફિક સમસ્યાથી છુટકારો જનતાને અપાવે તે ઇચ્છનીય છે.