પ્રજ્ઞાચક્ષુઓ સહિત વિકલાંગોને હવે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન નહી જવુ પડે: પોલીસ ઘરે આવી નોંધી જશે: સુશાસન સપ્તાહની અગત્યની ફલશ્રુતિ


જામનગર મોર્નિંગ - જામનગર 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનસભર નેતૃત્વથી પ્રેરીત સંસદસભ્ય  પૂનમબેન માડમ જન જન પ્રત્યે સંવેદનાસભર અનેક કાર્યો મંજુર કરાવતા રહ્યા છે જેની જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા સાક્ષી છે ત્યારે દિવ્યાંગો માટે વધુ એક સાનુકુળતા સાંસદ પૂનમબેને કરાવી આપી છે.

આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા સંસદસભ્ય પૂનમબેન માડમને રજુઆત કરવામાં આવી હતી કે વિકલાંગોને પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરવા જવામા મુશ્કેલીઓ અને અડચણ પડે છે જે બાબતે કોઇ ઉકેલ આવે તો વિકલાંગોને સાનુકુળતા થાય તેમ છે.


આ રજુઆતની ગંભીરતાને ધ્યાને લઇને સાંસદ પૂનમબેન માડમે સુશાસન કેન્દ્રીત સુચન એસપી પ્રેમસુખ ડેલુને કર્યુ હતું. આ સૂચનને મહત્વનું ગણી પોલીસ અધીક્ષક  પ્રેમસુખ ડેલુએ તાત્કાલીક નિર્ણય લીધો છે જે મુજબ હસ્તે દિવ્યાંગો, ફરિયાદ નોંધાવવા પોણીસ સ્ટેશનએ નહી આવવુ પડે તેમના ઘરે જઇ પોલીસ તેઓની ફરિયાદ નોંધી ઉકેલની દિશામા સંવેદનાસભર કાર્યવાહી કરશે આ બાબતથી વિસ્તૃત પત્ર દ્વારા એસપી પ્રેમસુખ ડેલુએ સાંસદ  પુનમબેનને વાકેફ કર્યા છે.

હાલ જ્યારે સુશાસન સપ્તાહ ચાલે છે ત્યારે નાગરીકોની સાનુકુળતા માટે હંમેશા તત્પર રહેતા અને લોકપ્રિય સાંસદ પૂનમબેને મહત્વનો નિર્ણય જામનગર જિલ્લા પોલીસ વિભાગમાંથી કરાવતા દિવ્યાંગો માટે કાયમી સાનુકુળતા થઇ હોય દિવ્યાંગોની સંસ્થાઓએ સાંસદ પૂનમબેન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે આ તાત્કાલીક નિર્ણય અંગે ટ્વીટ કરી સાંસદ પૂનમબેને એસપી પ્રેમસુખ ડેલુનો આભાર વ્યક્તકરી સંવદનશીલતા અંગે અભિનંદન પાઠવ્યા છે.