જુનાગઢમાં લૂંટના ગુનાને અંજામ આપી દ્વારકામાં ભિક્ષાવૃત્તિ કરતા શખ્સને એસઓજી ઝડપી પાડ્યો

જામનગર મોર્નિંગ - દ્વારકા 


ભાણવડના મેવાસા ગામની સીમમાં પોણા બે વર્ષ પહેલા એક પરિવારને બંધક બનાવી દાગીના, રોકડની લૂંટ ચલાવનાર ટોળકીના નાસી ગયેલા આરોપીને દ્વારકા એલસીબીએ ઝડપી પાડ્યો હતો જ્યારે જુનાગઢ જિલ્લામાં લૂંટના ગુનામાં ફરાર આરોપીને દ્વારકામાંથી એસઓજીએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના સીમ વિસ્તારમાં વસવાટ કરતા ગોરધનભાઈ ટપુભાઈ કોળી નામના ખેડૂત અને તેમના પરિવારજનો ગઈ તા. ૮-૧-૨૦૨૧ની રાત્રે સૂઈ ગયા પછી કેટલાક શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને આ ટોળકીએ ગોરધનભાઈ કોળીના પરિવારજનોને ધોકા, દાંતરડા વડે માર માર્યા પછી બંધક બનાવી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ મળી કુલ રૃા.૫,૩૭,૩૦૦ની મત્તાની લૂંટ ચલાવી હતી. તે પછી આરોપીઓ આ પરિવારની લાલ રંગની મોટરમાં નાસી છૂટ્યા હતા. બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરાવતા આરોપીઓ લાલપુર પાસે વોચમાં રહેલી પોલીસ પાર્ટી પર હુમલો કરી મોટર મૂક્યા પછી અન્ય એક બાઈકની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ટોળકી સામે ભાણવડ પોલીસ મથકમાં લૂંટ, ધાડ સહિતની કલમો હેઠળ અને લાલપુર પોલીસ મથકમાં વાહન ચોરી, પોલીસ પર હુમલો વગેરે ગુન્હાની નોંધ કરાઈ હતી. તે ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓએ પોતાના સાગરિત મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુપસી તાલુકાના કાકડકુવા ગામના ભારત બિલામ મંડલોઈ ઉર્ફે ભાઈસિંહનું નામ આપ્યું હતું. ત્યારથી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો. આ શખ્સને દ્વારકા એલસીબીએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ  કે.કે. ગોહિલ, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.બી. ગળચર, એસ.એસ. ચૌહાણ તથા સ્ટાફના કેશુરભાઈ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, સજુભા જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, સુનીલભાઈ કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, અરજણભાઈ મારૂ, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, લાખાભાઈ પીંડારીયા, જેસલસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, કુલદિપસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છુછર, નારણભાઈ બેલા, દેવાભાઈ મોઢવાડિયા, વિશ્વદીપસિંહ જાડેજા, મેહુલભાઈ રાઠોડ, સચીનભાઈ નકુમ અને અરજણભાઈ આંબલીયાએ કરી હતી.


જ્યારે જુનાગઢ જિલ્લામાં લુંટનો ગુનો કરી નાસી જઈ દ્વારકા વસવાટ કરી ભિક્ષાવૃત્તિ કરતો શબીરશાહ મહોબતશાહ રફાઈ નામના શખ્સને દ્વારકા એસઓજીએ વરવાળા ગામના રીક્ષા સ્ટેન્ડ પાસે હોય તેવી બાતમી મળતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ સિંગરખિયા તથા સ્ટાફના અશોકભાઈ સવાણી, જગદીશભાઈ કરમુર અને જિવાભાઈ ગોજીયાએ કરી હતી.