જામજોધપુરમાંથી શખ્સ બે નંગ ચપટા સાથે ઝડપાયો


જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરમાં મોહનનગર આવાસ રોડ પરથી બે શખ્સને 128 નંગ ચપટા અને 17 નંગ બોટલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે જામજોધપુર પોલીસે એક શખ્સને બે નંગ ચપટા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં મોહનનગર આવાસ રોડ પર એક શખ્સ એક - બે થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ઊભો હોય તેવી બાતમી સીટી એ ડિવિઝનના રવિરાજસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરીયા અને વિક્રમસિંહ જાડેજાને મળતા રેઈડ કરી વિશાલ ગુણવંતરાય ગોપીયાણી (રહે. અંધાશ્રમ આવાસ) નામના શખ્સને ઝડપી લઈ તપાસ કરતા તેના કબ્જામાંથી ઈંગ્લિશ દારૂના 120 નંગ ચપટા કિમંત રૂ. 13,800 અને 17 નંગ બોટલ કિમંત રૂ. 11,900 કુલ મળી રૂ. 25,700નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે તે જ વિસ્તારમાંથી કેયુર નિતીન સંઘવી (રહે. પંચેશ્વર ટાવર રોડ, ગોવાળની મસ્જિદ) નામના શખ્સને આઠ નંગ ચપટા કિમંત રૂ. 920 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ બી.એમ. કાતરીયા, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ એ. જાડેજા, રવીન્દ્રસિંહ પરમાર, મહીપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ આર. જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવીભાઈ શર્મા અને યોગેન્દ્રસિંહ સોઢા દ્વારા કરવામાં આવી હતી.

ઉપરાંત જામજોધપુર બસ સ્ટેન્ડ પાસેથી રાજેશ ઉર્ફે રાજુ માયા મુન (રહે. બાલવા ફાટક) નામના શખ્સને 2 નંગ ચપટા કિમંત રૂ. 400 સાથે જામજોધપુર પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.