બે શખ્સ ઝડપાયા: જુનાગઢના નામચીન બુટલેગરને ફરાર જાહેર કર્યો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપરથી 7008 નંગ ઈંગ્લિશ દારૂ ઝડપી લઈ બે શખ્સની ધરપકડ કરી જુનાગઢના નામચીન બુટલેગરને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ટાટા 407 જીજી 14 એક્સ 8778 નંબરમાંથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા અને એસ.પી ગોહિલની સૂચનાથી અશોકભાઈ સોલંકી, ધાનાભાઈ મોરી અને કિશોરભાઈ પરમારે બાતમીના આધારે જુનાગઢના મુબારખ ગુલામભાઈ સાંધ અને પોરબંદરના મેરામભાઈ ભુદાભાઈ રાડા નામના બે શખ્સને રૂ. 4,09, 560ના 7008 નંગ ઈંગ્લિશ દારૂના પાઉચ, મોબાઈલ ફોન કિમંત રૂ. 10,000 અને વાહન કિમંત રૂ. 7,00,000 કુલ મળી રૂ. 12,00,560ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી જુનાગઢના ધીરેન કારીયા નામના નામચીન શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેધભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડિયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.