સંસ્કૃતિ માનવ સેવા સંસ્થા દ્વારા મુંબઇ સ્થિત સેવાના ભેખધારીના આશિર્વાદથી દિવ્ય અભિયાન

જામનગર મોર્નિંગ - અમદાવાદ (પ્રતિનિધિ, ભરત ભોગાયાતા દ્વારા) 


જ્યારે અસ્વસ્થતા ની સ્થિતિ સર્જાય છે ત્યારે હીલીંગ ટ્રીટમેન્ટ જે હજારો વરસોથી કારગત નીવડી છે તેના ઉપયોગથી ઉપચાર કરવામા આવે છે જેમા એક રેકી પદ્ધતિ ખૂબ અસરકારક નીવડી છે ત્યારે આપરંપરાગત ચિકીત્સા પ્રણાલી રેકી નુ ભારતનુ પ્રથમ ચિકિત્સાલય નો અમદાવાદમા આરંભ થયો છે જે સંપુર્ણપણે કાર્યરત થઇ જતા અનેકને સારવાર માટે અને સ્વસ્થતા કેળવવા માટે રાહત મળશે અને દિવ્ય ઉર્જા શરીરની અંદર પ્રવેશતી હોય તેવો અહેસાસ થશે  આવા ક્લીનીકને દિવ્યાંગો માટે કાર્યરત અમદાવાદની સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન દ્વારા મુંબઇ સ્થિત સેવાના ભેખધારી હંસાબેન મહેતાના આશિર્વાદથી દિવ્ય અભિયાનના ભાગરૂપે શરૂ કરાયુ છે. 

ગત ૧૬ ડીસેમ્બરથી શુભ શરૂઆત થઇ છે જે તબક્કાવાર સંપુર્ણપણે કાર્યરત થઇ જશે ઉલ્લેખનીય છે કે આ ક્લીનીક નો પાયો શ્રીમતી હંસા બેન મહેતાના સહયોગથી નંખાયો છે અને તેમના સહયોગથી જ તે પૂર્ણ થશે. તેમ ડો. રીતુ સિંઘએ જણાવ્યુ છે. 

અમદાવાદના સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન દ્વારા સંચાલિત આ રેકી હોસ્પિટલનો હેતુ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ-બહેનોને વિનામૂલ્યે સારવાર  મળે  તે અને તાલીમાર્થી બનાવવાનો છે જેથી તેઓ પણ રેકી હીલર બની અન્યોને સાજા કરી શકે.

ડો. રિતુ સિંઘ કે જેઓ રેકી માસ્ટર છે તેમણે 23 વર્ષમાં રેકીના ઘણા ચમત્કારોનો અનુભવ કર્યો છે અને 40 થી વધુ અંધ લોકોને રેકી શીખવી છે.તે સમગ્ર ચિકિત્સાલયનુ સંચાલન કરશે. 

વધુ જાણવા મળતી વિગતોમાં ગત તારીખ 16/12/2022ના રોજ આ ક્લીન શુભારંભ પ્રસંગ ભારતના પ્રથમ રેકી ગુરુ પ્રવીણ પટેલ ની વિષેશ ઉપસ્થિતિમા તેમજ સર્વ શ્રી શરદ અગ્રવાલ, શ્રીમતી પુષ્પા બિંદલ ,ડોલી નિવેટીયા તરુણ જૈન, દેવેન્દ્ર સિંહ પાંજરોલીયા સહિત મુખ્ય અતિથિઓના સહયોગથી, કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો આ મહાનુભાવોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં રેકીનો અનુભવ કર્યો હતો તેમજ ઉપસ્થિત લોકોએ  પણ  ભાગ લીધો હતો. આ તકે જાહેર કરાયુ હતુ કે સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન નો ઉદેશ્ય એ છે કે  સમગ્ર ગુજરાતમાં તમામ દિવ્યાંગ ભાઈ-બહેનોને રેકીની સારવારનો લાભ મળે અને જે ભાઈ-બહેનો ઈચ્છુક હોય તેમને શિક્ષક બનાવવામાં આવે જેથી તેઓ અન્યને રેકી થેરાપી આપી શકે 

રેકી એક જાપાની પદ્ધતિ છે, તેના માસ્ટર ડૉ. મિકાઉ ઉસાઈ હતા.  તે એક સ્પર્શ ઉપચાર છે. જે કોઈપણ વ્યક્તિ શરીરના સાત ચક્રોને સંતુલિત કરી શકે છે અને તેની સાથે એનર્જી ટ્રાન્સફર કરીને શરીરના  ચક્રોને સ્વસ્થ રાખી શકે છે.પોઝીટીવ ગતિશીલતા આપી સમગ્ર બોડી સીસ્ટમ્સ ને રીધમ આપી શકે છે. 

આવા આ સેન્ટર માટે શુભકામના સહયોગ વગેરેથી ખાસ જહેમત ઉઠાવનાર શ્રીમતી હંસાબેન મહેતા જેઓ મુંબઈમાં રહે છે અને શરૂઆતથી જ તેમણે 65 વર્ષથી તેમના જીવનમાં સામાજિક ઉત્થાનનું કાર્ય ઉપાડ્યું છે અને લગભગ 32 વર્ષથી તેઓ ગુજરાતની સંસ્થાઓને સહયોગ આપી રહ્યા છે.હંસા બેનનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રશંસનીય છે. આજે સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાના સહયોગથી રેકી હોસ્પિટલ બનાવવામાં પણ તેમની ઇચ્છા સફળ રહી છે એક સેવાનો સાગર જે સવા ત્રણ દાયકાથી અવિરત વહે છે તેવા શતાયુ એ પહોંચવાની નજીકના જેઓ પૂજ્ય બા તરીકે પણ જાણીતા છે તેમને દરેક ક્ષેત્ર મા માનવ જાતની અબોલ જીવ ની અને જ્યા જરૂર હોય ત્યા સેવા સારવાર સંભાળનો એવો ત્રીવેણી સંગમ રચ્યો છે કે સેવા કરનાર માટે તેઓ પ્રેરણારૂપ બની રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ તેમસેવાનો સદગુણ લોહીમા વહેતો હોય છે જે મન વચન કર્મથી વ્યક્ત થાય છે તેમાય (ભલે દરેક સ્વીકારે કે ન સ્વીકારે અહી બતાવી દઇએ કે)આ અભિવ્યક્તિ આ જન્મ અને પુર્વ જન્મના સતકર્મનુ ભાથુ હોય છે જે નિત્ય સમાજમા જરૂરીયાતનંદ સુધી પહોંચી તેમના દર્દ કે પીડામા એવો મલમ બને છે કે લાભાર્થીને ટાઢક વળે છે આવી બુલંદ અભિવ્યક્તિના માલીક હોવા છતા અને આ જે પણ ૯૭ વર્ષની જૈફ વયે અવિરત સમાજ સેવા કરતા મુરબ્બી શ્રીમતિ હંસાબાનુ નામ સિતારાઓની જેમ ઝળહળે છે સમાજ સેવાનો કોઇ ચોક્કસ સમય સ્થળ વગેરે નથી હોતા જ્યા જરૂર હોય ત્યા સહજ રીતે તેની સરવાણી વહેતી જ રહેવી જોઇએ તે આત્મસાત કરી  દાયકાઓથી જીવન લોકો માટે સમર્પિત કરનારા અને અનેકવિધ સંસ્થાઓ ના સ્થાપનારા અનેકવિધ સંસ્થાઓના માર્ગદર્શક તેમજ સહાયક એવા અવિરત સેવામય રહેતા માતુશ્રી હંસાબા મહેતા નુ જીવન જ એક દિવ્ય સંદેશ છે. 

શ્રીમતી હંસા બેનનું પીર પરાઈ ફાઉન્ડેશન ક્રિએટીવ વિમેન્સ એસોસિએશન અને રોટરી ક્લબ દ્વારા તેમના દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યો માટે સન્માન કરવામાં આવ્યું હતું, સંસ્કૃતિ સિંહે તેમના વતી સન્માન સ્વીકર્યુ હતું.