આજકાલ સ્ત્રી કરતાં પુરુષો કેમ બની રહ્યા છે હાર્ટએટેક, બ્રેઈન સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનો શિકાર

જામનગર મોર્નિંગ - જામનગર 


અમૂક સમયે માણસ ને શારિરીક થાક કરતા વિચારોનો થાક ખૂબજ વધારે લાગી જાય છે ત્યારે એની જે પરિસ્થિતિ હોય છે એ જે ડિપ્રેશનમાં હોય છે તેને અહીં શબ્દોમાં વર્ણવી શકાય તેમ જ નથી કેમકે એ પરિસ્થિતિમાં માનવી નું મગજ સંપૂર્ણ રીતે કંઈ પણ વિચારી નથી શકતું અને જો આવી પરિસ્થિતિ આવે ત્યારે તેને તેની આસપાસ શું થઈ રહ્યું છે તેની પણ ખબર રહેતી નથી પણ શું આ વિષય પર કોઇએ જાણવાની કોશિશ કરી કે આજના સમયમાં માણસોને વધું પડતું માનસિક તણાવ હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક જેવી ગંભીર બીમારી તરફ લઈ જાય છે. 

તો ચાલો જાણીએ કે આજકલ પુરુષોમાં ખૂબજ ઝડપ થી વધી રહેલો માનસિક તાણ દૂર કઈ રીતે કરવું તથા તે વિષય પર  ચર્ચા વિચારણા કરી પુરુષોને આ ગંભીર સમસ્યાથી દૂર કરી શકાય છે, તો આજનો પુરૂષો પરિવારની જવાબદારીઓ તથા પરિવારની જરૂરતો ને પૂરી કરવા માટે રાત દિવસ મહેનત ની સાથે સાથે મગજ પર પણ ખૂબજ વધું પડતું સ્ટ્રેસ લઈ લેતો હોય છે જેનાં કારણે જમવાનું સંતુલન બગડવું થતા ઊંઘ ઓછી આવવી અને ખાસ કરીને પુરૂષો કયારેય સ્ત્રીઓની જેમ કોઈપણ વાત કે સમસ્યા ખૂલીને નથી કરી શકતા જેનાં કારણે તેને ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, તો  સૌથી પહેલાં તો માનસિક તાણ ગમે તેમ કરીને ઓછું કરવું જમવાનું સમય રેગ્યુલર કરવું તથા હળવી કસરત, વોકિંગ જેવી પ્રવૃતિને પોતાની દિનચર્યામાં સમાવેશ કરો ગુસ્સા ને કંટ્રોલ કરો તથા મગજને શાંતિ આપે તેવા ભજન તથા સોન્ગસ સાંભળો મિત્રો તથા પરીવાર સાથે ક્યાંય ફરવા જાઓ અને સંપૂર્ણ રીતે પોતાને તણાવ મુક્ત રાખવાની કોશિશ કરો ખુશ રહો કેમકે જ્યાં સુધી અમુક ઘર અને પુરુષોની વાત છે તો એક પુરૂષ પર પોતાનાં પૂરા પરિવારની જવાબદારીઓ હોય છે જ્યાં તેનો આખો પરીવાર તેના પર ડિપેન્ડન્સ હોય છે, તો પરિવારના સભ્યો ની પણ ફરજ આવે કે પોતાનાં પિતા, પતિ, દિકરા, ભાઈ જે રૂપમાં તમારા ઘરનો સહારો છે તો તેને દરેક રિતે સમજવાની નૈતિક જવાબદારી નિભાવવીએ જરૂરી છે.

મોંઘવારી અને આર્થિક સંકટ પણ જવાબદાર પરિબળ પણ ગણાય

આજના આધુનિક જમાનામાં કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારીએ પણ માઝા મૂકી છે. સાથે સાથે જે ઘરમાં કમાનાર એક અને ખાનારા ચાર કે પાંચ હોય તો પુરુષના માથે જવાબદારીનો ભાર ક્યારેય હળવો થતો નથી. બાળકોની સ્કૂલ ફી, ગેસ બીલ, લાઈટબીલ, ઘરનો વેરો સહિતની અનેક જવાબદારીમાં જ પુરુષ આખો મહિનો અટવાયેલો રહે છે. ઓછી આવક અને વધુ જાવક એ પણ તણાવ પાછળનું મુખ્ય પરિબળ ગણી શકાય.


લેખક : માહીબા એમ. રાઠોડ, નવી મુંબઇ