જામનગર મોર્નિંગ - જામનગર
દરેડ વિસ્તારમાં આવેલ કારખાનાના કબાટનો લોક તોડીને અજાણ્યો શખ્સ ૨.૯૬ લાખની રોકડની ઉઠાંતરી કરી ગયો હોય તેને પંચ બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ચોરીમાં ગયેલ રકમ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.જામનગરના દરેડ એફસીઆઇ ગોડાઉન પાછળ આવેલ માધવ ટાઉનશીપના ગેઇટ પાસે રહેતા કારખાનાના મેનેજર ભાવેશ રામભાઇ વાઢીયાએ અજાણ્યા શખ્સ સામે ચોરી કરી ગયાની પંચ-બીમાં ફરીયાદ કરી હતી. ફરીયાદીના કારખાનામાં તા. ૯ના સાંજના કોઇ સુમારે અજાણ્યા શખ્સે પ્રવેશી મજુરે કારખાનાના કબાટમાં લોક કરી રાખેલા રોકડા રૂ. ૨, ૯૬, ૩૭૦ની તાળુ તોડીને કોઇ ઇસમ ચોરી કરી ગયો હતો, તે ફરિયાદના આધારે સર્કલ પીઆઈ એમ.આર. રાઠવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ. મોરીની સૂચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે એમ.એલ. જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમીતભાઈ શિયારને બાતમી મળી હતી કે મસીતીયા રોડ નશીબ હોટલ પાસે ચોરી કરનાર મહેદી હસન બસરૂદીન વલીમામદ મનસુરી (રહે. મજોલા ગામ, અમરીયા થાના નુરીયા હુશેનપુર, જી. પીલીભીત, યુ.પી.) (હાલ મસીતીયા રોડ, નશીબ હોટલ પાસે) નામનો શખ્સ ત્યાં ઉભો હોય તેને ચોરીમાં ગયેલ રૂ. 2,96,370 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફના ડી.ડી. જાડેજા, એમ.એલ. જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમીતભાઈ શિયાર, મયુરસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજાએ કરી હતી.
0 Comments
Post a Comment