જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાંથી સીટી એ ડિવિઝન પોલીસના શૈલેષભાઈ ગઢવી અને મહેન્દ્રભાઈ પરમારે બાતમીના આધારે 38 નંગ બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરમાં પવનચકી સર્કલ પાસેથી સુરેશ ઉર્ફે સાંઈ ગીરધરલાલ શર્મા નામના શખ્સને રોકી તલાસી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લિશ દારૂની 8 નંગ બોટલ કિમંત રૂ. 2000નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે મોહનનગર આવાસમાં રહેતા કેયુર ઉર્ફે વાણીયો નિતીન સંઘવી નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો કરી ઈંગ્લિશ દારૂની 30 નંગ બોટલ કિમંત રૂ. 7500નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવીન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવીન્દ્રસિંહ જાડેજા અને વીરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.