જામનગર મોર્નિંગ - જામનગર 

મેઘપર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ 14,915 બોટલ કિમંત રૂ. 70.65 લાખના ઈંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો. 

મળતી વિગત મુજબ રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ દ્વારા ઝડપાયેલ ઈંગ્લિશ દારૂનો નાશ કરવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જેના અનુસંધાને જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.બી. રાણાએ લાલપુર કોર્ટમાંથી મંજુરી મેળવી 2015 થી 2022 સુધી ઝડપાયેલ ઈંગ્લિશ દારૂની બોટલ 14,915 કિમંત રૂ. 70,65,000ના મુદામાલનો નાશ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ લાલપુર, પીએસઆઈ વાય.બી. રાણા નશાબંધી અધિકારી એસ.સી. વાળાની નિરીક્ષણ હેઠળ કરવામાં આવ્યો.