જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તાલુકા કક્ષાના કિશોરી કુશળ બનો “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની ઉજવણી આજ રોજ તા. ૦૬/૦૧/૨૦૨૩ ના રોજ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય તેમજ મહિલા અને બાળ સમિતાના ચેરમેન તાલુકા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓની અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, ટી.એચ.ઓ., શ્રમ અને રોજગાર વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, આઇ.ટી.આઇ, લીડ બેન્ક મેનેજર, પોસ્ટ ઓફીસ, સમાજ સુરક્ષા અધિકારી, એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળ, ૧૮૧, દહેજ પ્રતિબંધક અધિકારી વગેરે વિવિધ વિભાગોના અધિકારી તેમજ કર્મચારી દ્વારા સ્ટોલ તેમજ ઉદબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. 
આ કાર્યક્રમમાં પોષણ અને આરોગ્યનુ મહત્વ,  શિક્ષણનું મહત્વ, બેટી બચાવો બેટી પઢાવો નો હેતુ, કાનુની સહાય , જાડા ધાન્યનુ ખોરાકમાં મહત્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાંપૂર્ણા  શકિતમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન રાખવામાં આવ્યું હતું.  

આ તકે તાલુકા હેલ્થ ઓફિસરએ કિશોરીઓને નિયમિત લોહતત્વની ગોળી લેવા અંગે સમજ આપી હતી. આ કાર્યક્રમમાં પાંચ કિશોરીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ ૧૭ કિશોરીઓ જેમને આઈ.ટી. આઈ. માં પ્રવેશ લીધેલ કિશોરીઓ ને પ્રમાણપત્ર આપવામાં હતા.