જોગસપાર્ક પાસેથી બે શખ્સ ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયા: બંને દરોડામાં ત્રણ શખ્સ ફરાર 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં સાધના કોલોનીમાંથી ઈંગ્લિશ દારૂની 30 નંગ બોટલ અને 550 લીટર દેશીદારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ બે શખ્સ હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે જ્યારે જોગસપાર્ક પાસેથી 65 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ સાથે એલસીબીએ બે શખ્સને ઝડપી લઈ એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક શખ્સના મકાનમાંથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, શૈલેષ ઠાકરીયાને મળતા પીઆઈ એમ.બી. ગજ્જરને વાકેફ કરાયા પછી પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ ગઈકાલે રાત્રે પોલીસે સાધના કોલોનીના પહેલા દરવાજા પાસે આવેલા બિપીન સોમાભાઈ ચાવડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડતા બિપીન તથા તેના ભાઈ હિતેશ ઉર્ફે શાકીડા સોમાભાઈ ચાવડાના દેશી દારૂ વેચી રહેલા વિપુલ ઉર્ફે લાંબો મહેન્દ્રભાઈ જોષી મળી આવ્યો હતો. પોલીસે ૫૫૦ લીટર દેશી દારૂ તથા ઈંગ્લિશ દારૂની 30 બોટલ કબ્જે કરી છે. બિપીન તથા હિતેશ દરોડા પહેલા નાસી ગયા હતા. પોલીસે રૂ.૨૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, રવીન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા અને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાંથી એલસીબીએ એક મોટર પકડી પાડી છે. તે મોટરમાંથી દિગ્વિજય પ્લોટની શેરી નં.૪૯માં રહેતો સાગર ઉર્ફે સાગરો હંસરાજ ચાંદ્રા નામનો શખ્સ ઈંગ્લિશ દારૂનુ વેચાણ કરતો મળી આવ્યો હતો. મોટરમાંથી ઈંગ્લિશ દારૂની 65  બોટલ કબ્જે લેવાઈ છે. એલસીબીએ બોટલ, બે મોબાઈલ, મોટર મળી રૂ.૩,૩૬,૦૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. આરોપીએ આ જથ્થો દિગ્વિજય પ્લોટ-૫૮વાળા રાજેશ જગદીશચંદ્ર લખીયર ઉર્ફે રાજ અને સંજય ઉર્ફે મેના બાબુભાઈ પાસેથી મેળવ્યાની કબુલાત આપી છે. સંજય ઉર્ફે મેનો બાબુભાઈ હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.