જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત)


સિહોરમાં સંકલિત આઈ.સી.ડી.એસ. વિભાગ  દ્વારા “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન જસાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મહિલા સશક્તિકરણમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે લાભ લેવા જણાવ્યું હતું.
કિશોરીઓના પોષણ સાથે મહિલાઓના આરોગ્ય તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંગે આઈ.સી.ડી.એસ. વિભાગનાં રાજેશ્વરીબા જાડેજાએ જાણકારી આપી હતી. આ સાથે સુરભી ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિધિબેન દવેએ કિશોરી પોષણ જાગૃતિ સંદર્ભે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. 

આ સાથે વાનગી સ્પર્ધા તેમજ વિવિધ સન્માન પુરસ્કારો યોજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મામલતદાર જોગસિંહ દરબાર, આરોગ્ય વિભાગ પુજાબા ગોહિલ, ઔધોગિક તાલીમ સંસ્થાના ભાવિન શાહ, બાળ સંભાળ કચેરીના કૃષિતા રાઠોડ, સંકલિત બાળ વિકાસ યોજના ભાવનગર કચેરીના સંજયભાઈ ઘાઘરેટિયા, ભાવનગર જિલ્લા સહકારી બેંકના નિર્મળસિંહ ડોડિયા, પોલીસ મથકના નિશાબા ગોહિલ, કાનૂની સમિતિના હરીશ પવાર, અગ્રણી કેતનભાઈ જસાણી, કાર્યકર્તા મૂકેશ પંડિત વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા.