જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં સોશિયલ મિડિયામાં વડાપ્રધાન વિશે અપમાનજનક પોસ્ટ કરનાર સામે જામનગર પોલીસે કાર્યવાહી કરી.
મળતી વિગત મુજબ જામનગરમાં વડાપ્રધાન મોદી વિશે સોશિયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ કરનાર શખ્સ અને ગ્રુપ એડમીન સામે જામનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત ત્રસ્ત ભાજપ મસ્ત, અફઝલ લાખાની અને જીગર ઠક્કરના ફેસબુક એકાઉન્ટમાં વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેની ગંભીરતા ધ્યાને લઈ સુલેહ શાંતિનો ભંગ થાય તેમ હોય અને ધર્મ-કોમ વચ્ચે દુશ્મનાવટ પેદા થાય તે પ્રકારનું લખાણ લખાતા પોલીસ આઈપીસીની કલમ 120 (બી), 153 (ક), 292(2)(ક), 294 (બ), 295(ક), 298, 469, 500, 501, 504 અને 505(2)(બી) આઈટી એક્ટની 2000ની કલમ મુજબ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment