પાલીતાણા શેત્રુંજય પર્વતની સલામતી ચુસ્ત/દુરસ્ત કરવા તાત્કાલિક અસરથી રાઉન્ડ ધી કલોક શેત્રુંજય પર્વત પોલીસ ચોકી કાર્યરત કરતી ભાવનગર પોલીસ
જામનગર મોર્નિંગ - જામનગર ( રિપોર્ટર : ફિરોઝ સેલોત દ્વારા)
ભાવનગર પોલીસે શેત્રુંજય પર્વતની સલામતીને / યાત્રાળુઓની સુરક્ષા માટે રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ નાઓનો સરાહનિય નિર્ણય. પાલીતાણા ખાતે આવેલ જૈન ધર્મનું અતિ પવિત્ર શેત્રુંજય પર્વત ગિરિરાજ પર્વત ધામની સુરક્ષા કરવા માટે ખાસ પોલીસ ચોકી બનાવવામાં આવી. આ ખાસ પોલીસ ચોકી માં 1 પીએસઆઇ તેમજ 2 એએસઆઇ તેમજ 3 હેડ કોન્સ્ટેબલ તેમજ 12 કોન્સ્ટેબલ તેમજ 5 ટ્રાફિક પોલીસ અને 5 મહિલા હોમગાર્ડ્સ તેમજ 8 ટીઆરબીના જવાનો કરશે શેત્રુંજય પર્વત ગિરિરાજ પર્વતની કરશે સુરક્ષા. આ તમામ પોલીસ સ્ટાફ પર્વત ની સુરક્ષા તથા યાત્રીઓના સરસામાનની સલામતી, ટ્રાફિક નિયમન, દબાણ અટકાવવો, યાત્રી હેલ્પ ડેસ્ક, મહિલા સલામતી, ડોલી નિયમન, એન્ટ્રી પર સઘન ચેકીંગ તથા પાર્કિંગની ફરજની કામગીરી કરશે. આ ખાસ ચોકી સીધા ડીવાયએસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે.
0 Comments
Post a Comment