પ્લોટ બાબતે સામસામે થયો પથ્થરમારો: ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો 

જામનગર મોર્નિંગ - દ્વારકા 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. રાણ ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનામાં અમુક લોકોને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ જૂથ અથડામણમાં કેટલાક લોકોને ગંભીર ઈજા પણ પહોચી છે.

રાણ ગામે સમાજની વાડી પાસે આવેલા પ્લોટ મામલે વિવાદ સર્જાયો હતો, જેની પ્રાથમિક માહિતી સુત્રો દ્વારા મળી છે. સમાજ વાડી પાસેનું બાંધકામ તોડી પાડતા અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી વિવાધ સર્જો હતો. રાણ ગામે મામલો ઉગ્ર બનતા લોકોના ટોળા એકત્ર થયા ભારે મારામારી થઈ હતી. જેથી મારામારીમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકાના એક ગામમાં પ્લોટ વિસ્તારમાં સામસામે પથ્થરમારો થયો હતો એવી પ્રાથમિક માહિતા મળી હતી. સુત્રોસ દ્વારા મળતી માહિતી પ્રમાણે બાંધકામ તોડી પાડવાને લઈને વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદમાં મારામારીમાં પરિણમ્યો હતો. જેથી બંને જૂથના કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ મામલે પોલીસે તાત્કાલીક ઘટના સ્થળ પર પહોચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સમગ્ર ઘટનાના મોબાઈલ વીડિયો સામે આવ્યા છે. જેમાં બે અલગ અલગ જૂથના લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. લોકો એકબીજા પર પથ્થરમારો પણ કરી રહ્યા છે. કેટલાક લોકોના હાથમાં લાકડીઓ પણ જોવા મળી રહેલ છે. ઉલ્લેખનીય છે કે, મારામારીના સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.