હિન્દુ જન જાગૃતિ સમિતિનું કરાયું સન્માન
જામનગર મોર્નિંગ - જામનગર
ભારતની અર્થવ્યવસ્થા પર અનેક આક્રમણો થઈ રહ્યા છે, જેમાં દેશ વિરોધી ગતીવિધિઓ ખૂબ ફુલીફાલી છે. આવા સમયે અલગ અલગ જેહાદના નામે પુરા વિશ્વને ઈસ્લામીકરણ તરફ લઈ જવા માટે અનેક ષડયંત્રો રચાઈ ગયા છે. 57 દેશો ઈસ્લામિક રાષ્ટ્ર બની ગયા છે અને હજુ અનેક દેશોને આ તરફ વાળવા પ્રયાસ થઈ રહ્યા છે, જેમાં ભારત પણ બાકાત નથી. અને તેમના મૂળ ગુજરાત સુધી પણ પહોંચી ગયા છે. તાજેતરમાં જ ભારતીય અર્થવ્યવસ્થા પરનું નવું આક્રમણ એટલે કે હલાલ જેહાદ ચલાવાઈ રહી છે. હલાલ સર્ટિફિકેટના આધારે ઊભી કરવામાં આવી રહેલી ઈસ્લામિક અર્થવ્યવસ્થાના ષડયંત્રને તોડી પાડવા હિન્દુ સેના સક્રિય બની છે એટલું જ નહી હિન્દુ જન જાગૃતિ સમિતિના માધ્યમથી સમાજને એક કરવા હિન્દુ સંગઠનો હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા આગળ વધી રહ્યા છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ, આંતકવાદ, ધર્માંતરણ અને દેવતાઓના વિડંબન વિશે જનજાગૃતિ લાવવા જામનગરમાં પણ હિન્દુ જનજાગૃતિ સમિતિના પ્રચારક મહારાષ્ટ્રના મનોજભાઈ થાન્ડે કે જેવો મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટક ના સમન્વય અધિકારી તેમજ ગુજરાતના અમદાવાદ ખાતે રહેતા ચંદ્રશેખર કદરેકર અને શિલ્પાબેન પાટીલનું હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ, જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, શહેર યુવા પ્રમુખ યશાંત ત્રિવેદી અને સંકલન પ્રમુખ મયુર ચંદન દ્વારા ગુરુદ્વાર ખાતે હિન્દુ સેના કાર્યાલય પર સન્માન કરેલ હતું.
0 Comments
Post a Comment