જામનગરથી પુત્રીનું અપહરણ કર્યા બાદ પતિ પાસે મોકલી આપી: પિતાએ રસ્તા માં ઝેરી દવા ગટગટાવી
જામનગર મોર્નિંગ - દ્વારકા
ખંભાળિયાની યુવતીએ પ્રેમ લગ્ન કરીને જામનગર આવી ગયા પછી તેણીના પિતા અને ભાઈ જામનગર આવ્યા હતા અને યુવતીનો અપહરણ કરીને ખંભાળિયા લઈ ગયા હતા, દરમ્યાન યુવતીના ભાઈ અને પિતા જામનગર કારમાં બેસીને આવી રહ્યા હતા ત્યારે સિક્કા પાસે યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતાં લખમણભાઈ મૂળજીભાઈ કણજારીયા નામના 45 વર્ષના યુવાને જામનગર ખંભાળિયા રોડ પર આવેલ સિક્કા નજીક પોતાની કાર ઊભી રાખ્યા પછી એકાએક ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.
તેની સાથે જ કારમાં બેઠેલા અને પોતે કારમાંથી ઉતરીને જાજરૂ માટે ગયેલા તેના પુત્ર જનકએ પરત આવીને જોતા તેના પિતાએ ઝેરી ટિકડાઓ ખાઈ લીધા હતા અને તેને સારવારમાં લઈ જતા આખરે તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પુત્રએ સિક્કા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક લખમણભાઈની પુત્રીએ છ મહિના પહેલા ખંભાળિયાના રાજુ વિઠ્ઠલાણી નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધા પછી જામનગર રહેવા માટે આવી ગયા હતા, જે પ્રેમ લગ્ન લખમણભાઈ અને જનકને પસંદ ન હોવાથી પેલી જાન્યુઆરીના રોજ જામનગર આવી પોતાની પુત્રીનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ખંભાળિયા લઈ ગયા હતા, જેઓ સામે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં પુત્રીનું અપહરણ કરી જવા અંગે તેમ જ તેની સાસુની માર મારી પૂરી દેવા અંગે ગુન્હો નોંધાયો હતો, જામનગરથી પોલીસને અપહરણની ફરિયાદ અંગેનો ફોન આવતા જ બીજા દિવસે પોતાની પુત્રીને જામનગર પ્રેમી પતિ પાસે મોકલાવી હતી, ત્યારબાદ લખમણભાઈ ખૂબ જ ગુમ રહેતા હતા અને શુક્રવારે પુત્ર જનક સાથે કારમાં બેસી જામનગર આવી રહ્યા હતા દરમ્યાન રસ્તામાં ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ પામ્યા હતા.
0 Comments
Post a Comment