લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા
જામનગર મોર્નિંગ - જામનગર
રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત જતા પટેલ પરિવારની કાર બંધ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.મહત્વનું છે કે, ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.મળતી વિગત મુજબ રાજકોટ- જામનગર હાઇવે પર મોડીરાત્રે ચાલુ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જામનગર તરફ જતી જીજે 10 ડીજે 6818 નંબરની એક કાર ઘુસી જતા આ અકસ્માતમાં કારમાં બેઠેલા મહિલા સહિત ત્રણના ઘટના સ્થળેજ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર જામનગરના મુક્તાબેન ગિરધરભાઈ રામોલિયા ઉ.વ.80 તથા તેમના જમાઈ નયન દેવરાજભાઈ મોડિયા ઉ.વ.51, તથા દોઢ વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત થયું હતું. કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. . પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ ધ્રોલ નજીક અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત થયા હતા. તેમજ ખંભાળિયા નજીક કાર હડફેટે બાઈક સવાર બે મિત્રોના મોત થયા હતા.આ સપ્તાહમાં અકસ્માતની આ ત્રીજી ઘટના છે. જેમાં મહિલા સહિત ત્રણના મોત થયા છે.
0 Comments
Post a Comment