જામનગર મોર્નિંગ - જામનગર 


એકવાર ભગવાન શ્રીહરિ વૈકુઠલોકમાં શેષ શય્યા ઉપર આંખો બંધ કરીને મનમાં હાસ્ય સાથે સૂતા હતા અને માતા લક્ષ્મીજી તેમના ચરણોની સેવા કરી રહ્યા હતાં તે સમયે દેવી લક્ષ્મીએ ભગવાનને પ્રશ્ન પુછ્યો કે ભગવાન આપ તમામ જગતના પાલનહાર હોવા છતાં પોતાના ઐશ્વર્યના પ્રત્યે ઉદાસીન બનીને આ ક્ષીર સાગરમાં ઉંઘ લઇ રહ્યા છો તેનું કારણ શું છેશ્રીહરિએ પુનઃ હાસ્ય સાથે કહ્યું કે હે પ્રિયે ! હું ઉંઘી નથી રહ્યો પરંતુ પોતાની અંતઃદ્રષ્ટિથી પોતાના તે તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છુંજેનો યોગીઓ પોતાની દ્રષ્ટિથી દર્શન કરે છે. જે શક્તિને આધિન આ સમગ્ર સંસાર છે.હું જ્યારે તેનું મનથી દર્શન કરૂં છું ત્યારે એવું લાગે છે કે હું નિંદમાં ડૂબેલો હોઉં પરંતુ એવું હોતું નથી.ભગવાને આટલી રહસ્યમય રીતે વાત કરી તો માતા લક્ષ્મીજીને કેટલીક વાત સમજમાં આવી તો કેટલીક વાતો સમજાઇ જ નહી. 

માતાજીએ ફરીથી પ્રશ્ન કર્યો કે હે નાથ ! આપના સિવાય પણ કોઇ અન્ય શક્તિ છે કે જેનું આપ ધ્યાન કરો છોઆ વાતથી મને નવાઇ લાગે છે.ભગવાને કહ્યું કે દેવી ! આ વાતને સારી રીતે સમજવા માટે આપે ગીતાના રહસ્યને સમજવું પડશે. ગીતાના તમામ અધ્યાય મારા શરીરના અંગ છે જેની આપ સેવા કરો છો.ગીતાના શરૂઆતના પાંચ અધ્યાયને મારા પાંચ મુખ જાણો.છઠ્ઠાથી પંદરમા સુધીના દશ અધ્યાય એ મારી દશ ભુજાઓ સમજો.સોળમો અધ્યાય મારૂં ઉદર છે જ્યાં ક્ષુધા શાંત થાય છે.અંતિમ બે અધ્યાય મારા ચરણ છે.આમ અઢાર અધ્યાય એ મારી ઇશ્વરીય મૂર્તિ સમજવી જોઇએ.તેને જાણવામાત્રથી પાપનો નાશ થાય છે.ભગવાને ગીતાના અધ્યાયની આવી વ્યાખ્યા કરી તો માતા લક્ષ્મીજીની ઉત્સુકતા વધી ગઇભગવાનને ખબર પડી ગઇ કે દેવીના મનમાં શું ચાલી રહ્યું છે.

શ્રીહરીએ કહ્યું કે દેવી.. જે વ્યક્તિ ગીતાના એક અધ્યાય અથવા એક શ્ર્લોકનું નિયમિત પાઠ કરે છે તે સુશર્માની જેમ તમામ પાપોથી મુક્ત થઇ જાય છે ત્યારે લક્ષ્મીજીએ સુશર્માની કથા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી કે સુશર્મા કોન હતોકંઇ જ્ઞાતિનો હતોઅને કયા કારણે તેની મુક્તિ થઇભગવાને કહ્યું કે સુશર્મા નામનો એક ઘોર પાપી હતો તેનો જન્મ એક વૈદિક જ્ઞાન વગરના અને ક્રૂર કર્મો કરનારાના કૂળમાં થયો હતો.તે હંમેશાં ભોગ-વિલાસમાં ડુબેલો રહેતો હતો.માંસાહાર અને મદિરાપાનથી જીવન પસાર કરતો હતો. એક દિવસ સાપ કરડવાથી તેનું મૃત્યુ થાય છે.મૃત્યુ બાદ તેને નરકમાં અનેક યાતનાઓ સહન કરીને પછી પૃથ્વી ઉપર બળદના રૂપે જન્મ લે છે.પોતાના માલિકની સેવા કરતાં કરતાં આઠ વર્ષ વિતી ગયાતેને ઓછું ભોજન આપવામાં આવતું હતું અને સખત પરીશ્રમ કરવો પડતો હતો.એકવાર બળદ મુર્છિત થઇને બજારમાં પડી જાય છે. આ જોઇને બજારમાં અનેક લોકો ભેગા થઇ જાય છે અને બળદનું આગળનું જીવન સુધરે તે માટે પોતાના ભાગનું પુણ્ય અર્પણ કરે છેઆ ભીડમાં એક વેશ્યા આવે છે તેને પાપ-પુણ્યની ખબર નથી તેમ છતાં સંકલ્પ કરે છે કે મેં જીવનમાં કોઇ પુણ્ય કર્યું હોય તો તેનું ફળ આ બળદને મળે. બળદ મર્યા પછી યમલોકમાં જાય છે. બળદના ખાતામાં જમા પુણ્યનો હિસાબ થાય છે ત્યારે એક આશ્ચર્યજનક વાત સામે આવે છે જેને આલોકના કોઇ વ્યક્તિને કહેવામાં આવે તો કોઇ વિશ્વાસ જ ના કરે.

બળદના પુણ્ય ખાતામાં સૌથી વધુ પુણ્ય વેશ્યાએ અર્પણ કરેલ દાનનું હતું.વેશ્યાએ આપેલ પુણ્ય દાનથી બળદને નરકલોકમાં મુક્તિ મળે છે અને આ પુણ્યફળના લીધે તેને માનવરૂપમાં જન્મ મળે છે અને મનુષ્ય જન્મ આપતાં પહેલાં તેની શું ઇચ્છા છે તે પુછવામાં આવે છે. આવું સૌભાગ્ય કરોડોમાં કોઇ ધર્માત્માને જ મળે છે. માનવના રૂપમાં જન્મ લેતા પહેલાં તે માંગે છે કે હે પ્રભુ.. બળદની યોનિ મને મારા પૂર્વના કર્મોના ફળ ભોગવવા દંડના રૂપે મળી હતી એટલે મારી ઇચ્છા છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી હું એવા કોઇ કર્મ ના કરૂં કે જેનાથી મારૂં ભાવિ ખરાબ થાય.પરમાત્માએ કહ્યું કે તો તારી શું ઇચ્છા છેત્યારે તેને કહ્યું કે મને એવી શક્તિ પ્રદાન કરો કે મને પુર્વજન્મની સ્મૃતિ યાદ રહે જેનાથી હું કોઇ ખરાબ કર્મો ન કરૂં. ૫રમાત્માએ તેની ઇચ્છાનો સ્વીકાર કર્યો અને તેની ઇચ્છા પૂર્ણ કરી.મનુષ્ય જન્મ મળ્યા પછી સૌથી પહેલાં તેની ઉપર જેને ઉપકાર કર્યા હતા તેનો બદલો ચુકવવાનો નિર્ણય કર્યો.

પૃથ્વી પર આવીને પ્રથમ જેના પુણ્યથી તેને મુક્તિ મળી હતી તે વેશ્યાને શોધવા નીકળે છે અને તે વેશ્યાને મળીને તમામ હકીકત કહે છે કે હે દેવી.. આપ ધન્ય છો.આપ જે કર્મ કરો છો તે તો નીચ કર્મ કહેવાય છે તેમછતાં આપણી પાસે આટલા સંચિત પુણ્ય કેવી રીતે ભેગા થયા તે નવાઇની વાત છે. હું એ જાણવા માગું છું કે આપે કયું પુણ્ય મને અર્પણ કરેલું કે જેના લીધે મને નરકલોકમાંથી મુક્તિ મળીવેશ્યાએ એક પોપટની તરફ ઇશારો કરીને કહ્યું કે આ પોપટ દરરોજ કંઇક બોલે છે તેને સાંભળીને મારૂં મન પવિત્ર થઇ ગયું છે અને તે પુણ્ય મેં તમોને અર્પણ કર્યું હતું. વેશ્યાની વાત સાંભળીને સુશર્માને વધુ નવાઇ લાગે છે કે એક સ્ત્રીએ મને જે પુણ્યફળનું અર્પણ કર્યું કે જેના વિશે તેને પોતાને કશી જ ખબર નથી અને તે પુણ્યનો એટલો પ્રભાવ છે કે જેનાથી મારી અધમ યોનિ છુટી ગઇ.

સુશર્માએ આદરપૂર્વક એ પોપટને પ્રણામ કર્યા અને તેના જ્ઞાનનું રહસ્ય પુછ્યું ત્યારે પોપટે તેના પૂર્વ જન્મની કથા કહી.પોપટે કહ્યું કે હું પૂર્વજન્મમાં વિદ્વાન હોવાની સાથે સાથે અભિમાની હતો અને તમામ વિદ્વાનો પ્રત્યે ઇર્ષા રાખતો હતો,તેમનું અપમાન અને અહીત કરતો હતો.મારા મૃત્યુ પછી હું અનેક લોકોમાં ભટકતો રહ્યો પછી મને પોપટની યોનિ મળી પરંતુ જુના પાપોના લીધે બાળપણમાં જ મારા માતા-પિતાનું મૃત્યું થયું. એકવાર રસ્તામાં હું બેભાન થઇને પડ્યો હતો ત્યારે દૈવયોગે ત્યાંથી ઋષિ-મુનીઓ પસાર થાય છે. મને આવી અવસ્થામાં જોઇને તેમને દયા આવે છે અને મને પોતાની સાથે લઇ જાય છે.આશ્રમમાં આવીને મને એક પિંજરામાં પુરી જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ત્યાં મુકી દે છે. હું ત્યાં સમગ્ર ગીતાનું જ્ઞાન શિખ્યો.સાંભળતાં સાંભળતાં ગીતાનો પ્રથમ અધ્યાય મને કંઠસ્થ થઇ ગયો. શ્રીમદ ભગવત ગીતાના બીજા અધ્યાયો મને શિખવા મળે ત્યાર પહેલાં એક શિકારીએ મને આશ્રમમાંથી ચોરી લઇ આ દેવીને વેચી દીધો.

હું મારા સ્વભાવવશ આ દેવીને દરરોજ ગીતાના શ્ર્લોક સંભળાવતો હતો અને તે પુણ્ય આ દેવીએ આપને અર્પણ કરેલું જેના ફળસ્વરૂપે આપની નરકની યાતનામાંથી છુટકારો મળી મનુષ્યનો જન્મ મળ્યો છે. શ્રીહરિએ લક્ષ્મીજીને કહ્યું કે દેવી..જે મનુષ્ય ગીતાનો એક અધ્યાય વાંચે છે કે સાંભળે છે તેને ભવસાગર પાર કરવામાં કોઇ તકલીફ પડતી નથી. ભગવાને શ્રીમદ ભગવત ગીતાના વિભિન્ન અધ્યાયને પોતાના શરીરના અંગ બતાવી કહ્યું કે ગીતામાં સાક્ષાત મારો વાસ છે.ગીતાનો સ્પર્શ કરવાનો અર્થ છે આપ શ્રીનારાયણના અંગોનો સ્પર્શ કરી રહ્યા છો.ભગવાનનો સ્પર્શ કરીને સોગંદ લેવાથી કોઇ અસત્ય નહી બોલે આવા વિશ્વાસથી કોર્ટમાં ગીતા ઉપર હાથ મુકીને સોગંદ લેવામાં આવે છે.

કર્મની વ્યાખ્યા સમજાવતાં ગીતા આપણને શિખવાડે છે કે વ્યવહારમાં મનુષ્યનું જીવન કેવું હોવું જોઇએઅસત્ય બોલવું,લાલચ અને મોહમાં પડીને પોતાના નજીકના સબંધીઓ-મિત્રોને અયોગ્ય સલાહ આપવી અને ધર્મના વિરૂદ્ધ આચરણ કરવાથી મનુષ્યનું એકલાનું નહી પરંતુ સમગ્ર કૂળના નાશનું કારણ બને છે. ગીતાજીની આજ્ઞાઓને ભગવાનની આજ્ઞા સમજવીગીતાથી અધિક કોઇ શાસ્ત્ર નથીતેની મહત્તા વેદ કરતાં વધુ છે તેનું અર્થ અને ભાવસહિત મનન કરવું.ગીતા અમોને આસક્તિ-અહંતા-મમતાનો ત્યાગ શિખવે છે.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડીતા.શહેરાપંચમહાલ