જામનગર મોર્નિંગ - જામનગર
ખંભાળિયામાં બે વર્ષ પહેલા નોંધાયેલ એનડીપીએસ એક્ટના ગુનાનો ફરાર આરોપી જામનગર એસઓજી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફના માણસો એનડીપીએસ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને શોધવા પેટ્રોલીંગમાં હોય ત્યારે અરજણભાઈ કોડિયાતર, રમેશભાઈ ચાવડા અને મયુદિનભાઈ સૈયદને બાતમી મળી હતી કે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા નોંધાયેલ એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી અબ્બાસ લંગડો ઉર્ફે હનીશ શેખ ઉમરભાઈ જશરાયા (રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે) નામનો શખ્સ દરબાર ગઢ પાંચહાટડી ચણા વાળા બાપુની દુકાને ઉભો હોય તેને ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસને સોંપી કાર્યવાહી કરી હતી.
0 Comments
Post a Comment