જામનગર મોર્નિંગ - જામનગર 

શિક્ષણ એટલે અનોખી અને અદભુત આંખ, શિક્ષણ એટલે આકાશને પણ આંબી શકે એવી અડીખમ પાંખ, નવાનગરની કુખમાં શિક્ષણ માટે જ પાકેલું મોંઘામૂલુ મોતી એટલે શ્રી લખમશીભાઈ ગોવિંદજી હરિઆ. આ વિરલ અને વિરાટ વ્યક્તિત્વની ૧૧૧મી જન્મજયંતિને 'ઓશવાળ એજયુકેશન ડે'નામ આપીને તેને ઐતિહાસિક ઘડી બનાવવા માટે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટે તા. ૩૦/૧૨/૨૦૨૨ અને શ્રી લખમશીભાઈની અવતરણ દિવસ ૩૧/૧૨/૨૦૨૨ આ બંને દિવસોને વિશેષ વધામણીનાં દિવસો માનીને જેમાથી અન્ય વ્યકિત, સમાજ કે સમૂહ કશુંક વિશિષ્ટ શીખી શકે, કશુંક ઉમદા ગ્રહણ કરી શકે એવા ભગીરથ હેતુથી એમને બતાવેલ શિક્ષણની રાહ પર અગ્રેસર થવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ ચાલતી તમામ સંસ્થાઓનાં સંયુકત ઉપક્રમે તા. ૩૦-૧૨૨૦૨૧નાં રોજ ઓ.ઈ.ટી. કોલેજ (હરિઆ કોલેજ)નાં વિશાળ મેદાનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૩૦૦૦ જેટલી વિશાળ સંખ્યામાં લોકો સહર્ષ ઉપસ્થિત રહયા હતા અને મન ભરીને સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.

તા. ૩૦/૧૨/૨૨નાં આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનો શુભારંભ ભારતીય પરંપરા પ્રમાણે દીપ પ્રાગટયથી થયો હતો. જામનગર પ્રણામી સંપ્રદાય ખીજડા મંદિરનાં આચાર્યશ્રી કૃષ્ણમણિ મહારાજનાં વરદ હસ્તે કરાયેલા દીપ પ્રાગટથમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ અને સમાજનાં અગ્રગણ્ય મહાજનો પણ સહર્ષ જોડાયા હતા જેમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ચેરમેન કાંતિભાઈ હરિઆ, કમલાબેન હરિઆ, ટ્રસ્ટી રમણીકભાઈ કે. શાહ, ઓનરરી સેક્રેટરી ચંદુભાઈ શાહ, કેશવજીભાઈ ગોસરાણી, મંજુલાબેન ગોસરાણી, જયંતિભાઈ હરિઆ, મૃદુલાબેન નાગડા, મનસુખભાઈ ગોસરાણી, શ્રીમતિ માયા શાહ, હસમુખભાઈ હિંડોચા, મનસુખભાઈ મેઘજીભાઈ દોઢિયા, ડો. સ્નેહલ કોટક પલાણ (કેમ્પસ ડાયરેકટર, હિરઆ કોલેજ), ડો. અજય શાહ (ડાયરેકટર MBA/MCA કોલેજ), સુ. હેતલ સાવલા (પ્રિન્સીપાલ BCA કોલેજ), ધવલ પટ્ટ, આચાર્ય એલ. જી. હરિઆ સ્કૂલ, જીપાલ પટેલ (CEO, OET) નીલેશભાઈ કગથરા, પ્રતિભાબેન કનખરા, (ભૂતપૂર્વ મેયર, જામનગર) ગીતાબેન સાવલા (પૂર્વ કોર્પોરેટર, જામનગર) ભાનુભાઈ દોશી, ડો. સુભાષ પટેલ, સોનાબેન પટેલ, સંજયભાઈ ખંડેલવાલ (જી. ડી. ગોએન્કા), ભાવેશભાઈ હરિ, બીની મેન (આચાર્યશ્રી, હરિઆ સ્કૂલ વાપી) વિજયભાઈ ઈન્દુભાઈ વોરા, પ્રદીપભાઈ વાધર, શ્રીમતી વાધર, જીવરાજ ભાઈ નગરીયા, મોતીચંદભાઈ ગોસરાણી, ડો. વિકલ્પ શાહ, ઉપરાંત પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), કોર્પોરેટર પ્રવિણભાઈ માડમ, ડો. કલ્પનાબેન ખંડેરિયા, કરશનભાઈ ડાંગર, બિપિનભાઈ ઝવેરી, રસિકભાઈ શાહ, કેતનભાઈ વોરા, કલાબેન શાહ, દયાળજીભાઈ, અંજના આશર, બંસરી ભટ્ટ (PRO, OET), મીનાક્ષી મેમ, કેતનભાઈ ગોસરાણી, મીનાક્ષીબેન સોનીલભાઈ શાહ, રૂપલબેન હિમેશભાઈ શાહ, સૂર્યાબેન શાહ, જયોતિબેન માલદે, ગીતાંજલિબેન દવે, ગીતાબેન છેડા, સચિનભાઈ ખાંગર, અરવિંદભાઈ શાહ, રામ કૈવલરામાણી અને નગરના અન્ય શ્રેષ્ઠીઓ, મહાજનો અને પ્રબુધ્ધ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

પધારેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રમણીકલાલ કે. શાહે કર્યું હતું. સ્વાગત બાદ તેઓએ પોતાની આગવી શૈલીમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટની વિકાસ ગાથા વર્ણવતા કહયું હતું કે મારા આંગળીનાં વેઢે ગણી શકાય એટલા વિદ્યાર્થીઓથી શરૂ કરેલ શાળા આજે ૪૧ વર્ષે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. એ નવાનગર અને શિક્ષણ જગત માટે ખરેખર શ્રેષ્ઠ કહેવાય. એમની વાતને પૂર્ણ સમર્થન આપતા પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે આ પ્રગતિને બિરદાવતા સંસ્થા નિરંતર પ્રગતિ કરે એવા સાધુવાદ અને આર્શીવચન આપ્યા હતા. ત્યારબાદ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ, ચાલતી કે. જી. વિભાગ થી માંડીને કોલેજ સુધીની સંસ્થાઓની વિધાર્થીઓની ટીમે લગભગ ૧૭ જેટલા અલગ અલગ કાર્યક્રમો સ્ટેજ પર રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં સામાજીક, ધાર્મિક, વૈજ્ઞાનિક વગેરે બાબતોને સદ્રશ્ય રજુ કરવામાં આવી હતી. અતિ આધુનિક ટેકનોલોજીને લગતા કાર્યક્રમોએ એમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ટેલીવિઝનમાં આવતી જાહેરાતો, જુની બાળ સીરીયલો અને કાર્ટુન ચેનલમાં આવતી કાર્ટુન ફિલ્મોને એક સાથે વણી લઈને વિદ્યાર્થીઓએ અદભૂત કલાનું પ્રદર્શન કર્યું હતું આ તમામ કલા પ્રદર્શન વચ્ચે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહે પોતાના વકતવ્યમાં ૪૧ વર્ષનાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં વિકાસની વણઝારમાં પોતાનો સિંહફાળો આપનારને સ્મરણાંજલિ આપીને એમની દિવ્ય ચેતનાને વંદન કરતા કહયું હતું કે આજે ભલે એ વિરલ વિભુતિઓ આપણી વચ્ચે નથી પણ તેમની દિવ્ય ચેતના હંમેશા આપણને પથદર્શક બનીને પ્રેરણા આપતી જ રહેશે. આ ઉપરંત આ તકે તેઓએ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટની શાળા કોલેજોનાં ભૂતપૂર્વ આચાર્યઓનાં યોગદાનને પણ બિરદાવ્યું હતું. સંસ્થામાં અભ્યાસ કરીને વિદેશમાં પણ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટની સંસ્થાઓનું નામ રોશન કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ ડો. ભરતેશભાઈ શાહે યાદ કર્યા હતા. સતત ત્રણ પેઢીઓ માટે પથ દર્શક બનતી ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓનો તેમણે વિગતે પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી દિવસો માં પણ હજુ ઘણું કરવાનું બાકી છે જે બાબતે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ ધીમા પણ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે. ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત બી. કોમ કોલેજને ૨૫ વર્ષ પૂર્ણ થતા તેની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી. રંગારંગ, અદભૂત કૌશલ્ય ભરેલા કલા પ્રદર્શન અને સર્વધર્મ સમભાવ તથા અનેકતામાં એકતાનું દર્શન કરાવતી 'દેશ રંગીલા' કૃતિ દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની આભાર વિધિ સ્નેહલ કોટક પલાણ મેડમે કરી હતી. ત્યારબાદ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં સૌ કર્મચારીઓ સામૂહિક સ્વરૂચિ ભોજન લઈને છુટા પડયા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ રોચક અને ઉમંગભર્યો રહયાનો સૌએ ખૂબ રાજીપો વ્યકત કર્યો હતો.