જામનગર મોર્નિંગ - દ્વારકા 

દ્વારકા જિલ્લાના કેશોદ ગામમાંથી હાથ બનાવટની જામગરી બંદુક સાથે દ્વારકા એસઓજીએ એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નીતેષ પાંડેયની સૂચના આપી હતી કે ગેરકાયદેસર હથિયાર ધરાવતાં અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને બાતમી મળી હતી કે રાયદે પુંજા પરમાર (રહે. કેશોદ) નામના શખ્સ પાસે પાસ પરવાના વગરની હાથ બનાવટની જામગરી બંદૂક સાથે કેશોદ ગામની સીમમાં જંગલી જનાવરના શિકાર અર્થે ગયા હોય ત્યારે ઝડપી લઈ હથિયારધારા 25 (૧-બી) (એ) મુજબ ગુન્હો ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.સી. સીંગરખીયા તથા સ્ટાફના હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ અને સંજયભાઈ વારોતરીયાએ કરી હતી.