રૂ. 74 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે: ચાર ફરાર  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાંથી સિક્કા ઉછાડનો જુગાર રમતા ત્રણ શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે રૂ. 75,424ના મુદામાલ સાથે ઝડપી લઈ ચાર શખ્સ નાસી જતાં શોધખોળ હાથ ધરી છે. 

જામનગર જિલ્લામાં પ્રોહી જુગારના કેસો શોધવા અંગેની ડ્રાઈવનું આયોજન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી દારૂ જુગારના કેસો શોધી કાઢવા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ. વાઘેલા,  એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે જાવેદભાઈ વજગોળ, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે શંકરટેકરી વિસ્તારમાં કાદરીચોક પાછળ જાહેર જગ્યામાં સિક્કા ઉછાડી પૈસાની હારજીતનો જુગાર રમતા સબ્બીર અબ્બાસ ખફી (રહે. શંકરટેકરી), જેનુલ મુસા મનોરીયા (રહે. બર્ધનચોક) અને જુનેદ યુનુશ બાબવાણી (રહે. શંકરટેકરી) નામના ત્રણ શખ્સને રોકડ રકમ 55,424 તથા બે ફોન કિમંત રૂ. 20,000 કુલ મળી રૂ. 75,424ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઈનુસ ઉર્ફે વાંદરી (રહે. શંકરટેકરી), હાજી ગફાર (રહે. શંકરટેકરી), એજાજ (રહે. શંકરટેકરી) અને રહીમ ઉર્ફે મીંઢો (રહે. ગુલાબનગર) નામના શખ્સ નાસી જતાં શોધખોળ હાથ ધરી છે.


આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ અને હિતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.