જામનગર મોર્નિંગ - દ્વારકા 

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિએ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા સૂચન કરેલ હોય તેના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય ત્યારે નારણભાઈ આંબલિયા અને ધરણાંતભાઈ માડમને બાતમી મળી હતી કે કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામની ગૌશાળા અંદર જાહેરમાં આરોપી દેશુર પબા સુવા, વેજા રામદે માડમ, હરદાસ ગોદળ સુવા, હેંમત મારખી આંબલીયા અને વજશી જગા ભાટીયા નામના પાંચ શખ્સો જુગાર રમતા હોય પાંચેય શખ્સોને રૂ. 11,110ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીએસઆઈ એમ.આર. સવસેટા, રામશીભાઈ ચાવડા, વીંજાભાઈ ઓડેદરા, ધરણાંતભાઈ માડમ, રામભાઈ ચંદ્રાવાડીયા, નારણભાઈ આંબલિયા અને રવિરાજસિંહ જાડેજાએ કરી હતી.