• 19 અરજદારોએ પોલીસ વડાને કરી લેખિત ફરિયાદ


જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો માટે એક લોક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો લાયસન્સ ન ધરાવતા હોવા છતાં વ્યાજે રૂપિયા આપીને લોકોને ધાક ધમકી આપે છે અને આવા લોકોના ત્રાસના કારણે અનેક લોકો આપઘાત સુધીના પગલાં પણ ભરે છે.

એવા લોકોથી પીડાતા લોકોને સમસ્યા સાંભળવા જામનગર એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા લોકોથી ડર્યા વગર પોલીસને ફરિયાદ કરવાનું એસપીએ આહવાન કર્યું હતું.

સાથે બેંકના કર્મચારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને લોકો પૈસાની જરૂરિયાત હોય તો બેન્ક પાસેથી કઈ રીતે સરળતાથી લોન મેળવવી તે અંગેની માહિતી લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારમાં 19 અરજદારો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે જે ફરિયાદો આવી છે તે શખ્સો વિરુદ્ધ ફરિયાદો ધ્યાનમાં રાખીને તે લોકો વિરુદ્ધ આવતીકાલથી પોલીસ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરશે તેવી ખાતરી આપવામાં આવી હતી.