જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત પ્રાથમિક તથા માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ ટેકનોલોજી અને રમકડાની થીમ પર પ્રારંભ ઘોઘા તાલુકાની શ્રી દંગાપરા પ્રાથમિક શાળા (મોટા ખોખરા) ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન તા.૩ થી ૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી યોજાયો હતો. 

વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના મધ્યમ દ્વારા ભાવનગર જિલ્લાનાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ વિષયમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવાના આ સમારંભનો જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર ડી. કે. પારેખનાં હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. 

આ પ્રદર્શનનો તા.૩ જાન્યુઆરીનાં રોજ બપોરે ૪ થી ૫, તા.૪ જાન્યુઆરીનાં રોજ સવારે ૮ થી સાંજના ૫, તા.૫ જાન્યુઆરીનાં રોજ સવારે ૮ થી બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધી યોજાયો હતો. આ ઉપરાંત તા.૩ જાન્યુઆરીનાં રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.૪ જાન્યુઆરીનાં સાંજે ૫ થી ૮ સુધી માયધાર વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતનો રાત્રિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 

આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય વ્યાસ, મહાવિરસિંહ ગોહિલ, ડી.સી. ગોહિલ, આર.એસ. ઉપધ્યાય સહિતના મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.