જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાં રહેતી યુવતીને એક શખ્સે રસ્તામાં ગાડી રોકાવી છેડતી કરતાં બોલાચાલી થઈ હોવાથી તે બાબતનો ખાર રાખી આરોપીએ જાણી જોઈને મારી નાખવાના ઈરાદાથી પોતાની કાર યુવતી પર ચડાવી દેતા સીટી સી ડીવીઝનમાં હત્યાની કોશિષ કરવા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીનો ફૈઝલ ઉર્ફે ટીટા નામનો શખ્સ ઘણાં સમયથી યુવતીનો પીછો કરતો હોય અને ત્રણેક દિવસ પહેલાં એક્ટિવા રોકાવી બળજબરીથી હાથ પકડી મરડીને છેડતી કરેલ હતી, દરમ્યાન યુવતીની ફૈઝલ સાથે બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખી ફૈઝલે જાણી જોઈને યુવતીને મારી નાખવાના ઈરાદાથી પોતાની કાર પૂરઝડપે ચલાવી યુવતી માથે ચડાવી દઈ શરીરે ઈજાઓ પહોંચાડતા પીડિત યુવતીએ સીટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 307, 354, 354 ડી, 279 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ પી.એલ. વાઘેલા ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment