જામનગર મોર્નિંગ - જામનગર
 

ભારતની રાજધાની દિલ્હીમા જેએનયુ કેમ્પસમાં બે દિવસીય 6 ઇન્ટરનેશનલ ક્લાસિકલ ડાન્સ અને ફેસ્ટીવલ અને કોમ્પીટીશન યોજાઈ ગયું જેમાં સૌરાષ્ટ્ર તથા જામનગરના “ક્લાશ્રી મ્યુઝીક અને ડાન્સ એકેડમી"ના સંચાલક તેમજ અખિલ ભારતીય ગાંધર્વ મહા વિધાલય-મુબઈ ના પરીક્ષક, નૃત્યવિશારદ તથા જામનગરની ખ્યાતનામ એજ્યુકેશન સંસ્થા એમ.એસ.સ્કૂલના ડાયરેક્ટર રાજશ્રીબા સોઢાને આ ઇન્ટરનેશનલ પ્રતિયોગીતામાં મુખ્ય નિર્ણાયક તરીકે રહ્યા હતા. અને દેશ-વિદેશમાંથી આવેલા પ્રતિયોગી વચ્ચે યોજાયેલ નૃત્ય પ્રતિયોગીતામાં પોતાનો નિર્ણય આપ્યો હતો. જેમાં રાજશ્રીબા સોઢાએ પોતાની કૃતિ પણ રજુ કરેલી હતી. નૃત્યાંજલિ દ્વારા તેમણે નૃત્યાંગના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુંદન કુમાર (આઈ.એ.એસ અધિકારી), પૂર્ણા રાઉત નવીકૃત ઓડીસી નૃત્યાંગના તેમજ ઉપ નિર્દેર્શક સંસ્કૃતિક સરકાર વિભાગના સર્વોચ ન્યાયાલયના વરિષ્ઠ અધિકારી અવની કુમાર સાહુ, તેમજ નૃત્યાંજલિ સંસ્થાના નિર્દેર્શક સમીર મહેર, એમ.કે.રાઉતએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અભાર વ્યક્ત કર્યો હતો.