જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં દરેડ પાસેથી નેગોશિયેબલના ગુનામાં નાસતા ફરતા શખ્સને જામનગર એસઓજીએ બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જામનગર જિલ્લાના નાસતા ફરતા આરોપીને પકડવા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઈ મકવાણા અને હર્ષદભાઈ ડોરીયાને મળેલ બાતમીના આધારે નેગોશિયેબલના ગુનામાં નાસતો ફરતો કરશન રાજશી સુવા (રહે. મયુરગ્રીન) નામના શખ્સને દરેડમાં આવેલ ગૌશાળા સર્કલ પાસેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.