જામનગર મોર્નિંગ - જામનગર 


જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાંથી વર્લીમટકાના આકડાનો જુગાર રમાડતાં શખ્સને એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર જિલ્લામાં પ્રોહી જુગારના કેસો શોધવા અંગેની ડ્રાઈવનું આયોજન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી દારૂ જુગારના કેસો શોધી કાઢવા એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે રાકેશભાઈ ચૌહાણ અને ધાનાભાઈ મોરીને મળેલ બાતમીના આધારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના પાદરમાં જાહેરમાં વર્લીમટકાના આકડાનો જુગાર રમાડતાં પ્રવીણસિંહ નટુભા વાળા નામના શખ્સને રોકડ રૂ. 12,910 તથા મોબાઈલ ફોન કિમંત રૂ. 5000 મળી કુલ રૂ. 17,910નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.