તસ્વીર - સુમિત દત્તાણી


જામનગર મોર્નિંગ - ભાણવડ મકર સંકરાતીના પવિત્ર પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ ભક્તશ્રી દવારામ બાપાની જગ્યામાં વિવિધ સેવાઓ સતત બે દિવસમાં ગરીબ માણસોને અનાજ, ખીચડી વિતરણ 200 થી વધારે વ્યક્તિઓને શુદ્ધ મિષ્ટાન સાથે પૌષ્ટિક આહાર તેમજ મધ્યમ વર્ગના લોકો માટે ચીક્કી, ખાજલી, ટોસ પડીકાનું દાન સેવા પોણા બસ્સો વ્યક્તિઓને અર્પણ કરેલ.


જગ્યાના ગાદીપતી નિકુંજભાઈ ભક્તના જણાવ્યા મુજબ 175 વર્ષ જૂની અ જગ્યા છે. અહીં અશક્ત માણસોને આશરો રહેવા જમવા સહીત અતિથિ ઉતારા, છાસ કેન્દ્ર, ગૌમૂત્ર ગૌશાળા, સ્મશાનમાં ગાયના છાણા તેમજ જરૂરિયાત મંદ લોકોને વસ્ત્રો સહીતની સેવાકીય પ્રવૃતિઓ કરીયે છીએ.


ભાણવડ ખાતે વર્ષો જૂની જગ્યામાં હજુપણ અનેકવિધ સેવાઓ નો પ્રવાહ વહે છે. જેમાં નિકુંજભાઈ ભગત, પ્રિયેશભાઈ ભગત, આશિષભાઈ ભગત, સૌ સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી બની અસંખ્ય વ્યક્તિઓને ઉપયોગી બનેલ છે તેમજ ગાયોની પણ સાર સંભાળમાં અવિરત કાર્યરત રહે છે.