જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આવેલ ઇન્દિરા કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ  ડેલુએ પ્રોહી જુગારના ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.ડી. વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા અને એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે મહેન્દ્રસિંહ જાડેજા અને ખીમશીભાઈ ડાંગરને મળેલ બાતમીના આધારે જામનગર શહેરમાં ખેતીવાડી પાસે ઇન્દિરા કોલોની, વાછરાડાડાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા કાનજી લાલજી પરમાર, કાંતીલાલ દેવનદાસ પોપટ, નરેન્દ્ર દેવજી પરમાર, વંસરામ પાલા મકવાણા, અમરશી કમા પરમાર, જેન્તી નાથા પરમાર અને રાજેશ બાબુ પરમાર નામના સાત શખ્સને રૂ. 13,050ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ અને હિતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.