હેપી ન્યુયર 2023: જામનગરવાસીઓએ સ્વેગથી કર્યું સ્વાગત

જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી જોરશોરથી કરવામાં આવી હતી. હાઈવે પર આવેલા પાર્ટી પ્લોટ, હોટલો અને રિસોર્ટમાં જામનગરવાસીઓ નવા વર્ષને આવકારવા ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ ઉજવણી કરી હતી અને 2022ને વિદાય આપી 2023ને લોકોએ ઉત્સાહભેર આવકાર્યું હતું.

જામનગર શહેર-જિલ્લામાંથી 27 નંગ બોટલ સાથે પાંચ ઝડપાયા

7 નંગ ચપટા કબ્જે: એક ફરાર: રૂ. 44 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેર જિલ્લામાંથી સ્થાનિક પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પીવા કે વેંચાણ અર્થે મંગાવેલ દારૂડિયાઓ પર તવાઈ બોલાવતા 5 દરોડામાં 27 નંગ બોટલ, 7 નંગ ચપટા સાથે પાંચ શખ્સને ઝડપી લઈ રૂ. 44,580નો મુદામાલ કબ્જે કરી એક શખ્સ નાસી જતાં શોધખોળ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ દરેડ જીઆઈડીસી એપલ ગેઈટ - 2 પાસેથી શનિવારે રાત્રે જડેશ્વર પાર્ક, આશાપુરા બેકરી પાસે રહેતો વિકી માધુભાઈ મોટવાણી નામના શખ્સને ઈંગ્લિશ દારૂની એક નંગ બોટલ અને સાત નંગ ચપટા કુલ મળી રૂ. 1580 અને મોટરસાયકલ જીજે 10 સીઆર 1619 કિમંત રૂ. 10,000 કુલ મળી રૂ. 11,580નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે દરેડ ખોડીયાર માતાજીના મંદિર સામેથી કરણ જીવરાજ ઘૈયડ (રહે. મોટી ભલસાણ) અને સંજય કિશોર પરમાર (રહે. દડિયા) નામના બે શખ્સને ઈંગ્લિશ દારૂની એક નંગ બોટલ કિમંત રૂ. 500 તેમજ જીજે 10 ડીડી 3865 નંબરની મોટરસાયકલ મળી કુલ રૂ. 15,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ જામનગર - રાજકોટ હાઈવે રોડ પર આવેલ સોયલ ગામની સીમમાં સન્વી સ્પિનંગ મિલથી આગળ કેનાલ પાસેથી હરપાલસિંહ ઉર્ફે કાનો દાનુભા જાડેજા (રહે. મોટી લાખાણી) નામના શખ્સને 3 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ કિમંત રૂ. 1500 તેમજ મોબાઈલ ફોન રૂ. 500 મળી કુલ રૂ. 6500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત જોડીયા તાલુકાના રસનાળ ગામથી ધુનડા ગામ જવાના રોડ પર આવેલ કેનાલવાળી  અવિરાજસિંહ કિશોરસિંહ જાડેજાની કબ્જા ભોગવટાની વાડીમાંથી ઈંગ્લિશ દારૂની 13 નંગ બોટલ કિંમત રૂ. 6500 કબ્જે લઈ આરોપી હાજર મળી ના આવતા શોધખોળ હાથ ધરી હતી.

અને જામનગર - ખંભાળિયા હાઈવે રોડ પર પંથી હોટલની સામેથી મોહિત કિશોર આંબલીયા (રહે. યાદવનગર) નામના શખ્સને 9 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ કિંમત રૂ. 4500 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર પોલીસે થર્ટીફર્સ્ટની ઉજવણીમાં દારૂના નશામાં રખડતાં બે ડઝનથી વધુને પાંજરે પૂર્યા

લોકોના મનમાં એક સવાલ, દારૂબંધી ગુજરાતમાં છે જ તો થર્ટી ફર્સ્ટે જ કાર્યવાહી કેમ?

નવા વર્ષની ઉજવણી કદાચ દારૂ પીધા વગર અધૂરી રહે એવું દર વર્ષે જોવા મળે છે, થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા દર વર્ષે મોટી સંખ્યામાં દારૂડીયાની મજા પોલીસ બગાડી નાખે છે, એ વખતે પણ થર્ટી ફર્સ્ટ નાઈટની ઉજવણીની રાત્રે જામનગર પોલીસે બે ડઝનથી વધુ નબીરાને દારૂના નશામાં પકડી લીધા હતા.

પોલીસને ખબર જ છે કે નવા વર્ષની ઉજવણીમાં દારૂનો નશો કરીને ઘણાં લોકો આવવાના જ છે, એટલે જામનગર પોલીસે શહેરભરમાં પેટ્રોલીંગ તેમજ ચેકપોસ્ટ પર ચેકીંગ અને બ્રેથ એનેલાઈઝર બધાની વ્યવસ્થા ગોઠવી દીધી હતી અને તપાસમાં એક પછી એક 25 લોકોને નશો કરવાના કેસમાં ધરપકડ કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી છે પણ જામનગર સહિત રાજ્યમાં ઠેર - ઠેર છૂટથી દારૂ મળતો રહે છે ત્યારે કેટલાંક લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે માત્ર થર્ટી ફર્સ્ટે જ પોલીસને કેમ મોટી કાર્યવાહી કરવાનું સૂઝે છે?

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સાંઢીયાપુલ પાસેથી જકાતનાકા પાસે રહેતો રામપ્રકાશ શિવનાથ પાસવાન નામનો શખ્સ નશો કરેલી હાલતમાં ઝડપાઈ જતાં કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ ત્યાંથી જકાતનાકા પાસે રહેતો કૌશિકસિંગ ઉમેદસિંગ ચૌહાણ, શંકર ટેકરી રહેતો દિપક રઘુ ચૌહાણ, દિ. પ્લોટ પાસેથી ધર્મેશ કમલ વાઘેલા, સમર્પણ ચેક પોસ્ટ પાસેથી હિરેન ઉર્ફે પપ્પુરાજ  પરસોતમ મથર, સિક્કા રહેતો સાગર નરેન્દ્ર વ્યાસ, વિક્ટોરિયા પુલ નીચે નદીના પટમાંથી જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતો સાગર અશોક પરમાર, દિ. પ્લોટ 49 માંથી મંગલધામમાં રહેતા પ્રવીણસિંહ ભીખુભા કેર નામના આઠ શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે દિ. પ્લોટ 49 માંથી બાયની  વાડી પાસે રહેતા મંગા તેજા પરમાર, દરેડ રહેતો જયેશ સામજી વાળા, દિ. પ્લોટ 54માંથી  ખારવા ચકલા ખાતે રહેતો જીતેન્દ્ર ચમન ધોધાલીયા, નંદનવન સોસાયટી રહેતો વિજય પ્રભુ નંદા, નાનકપુરી પાસેથી સુનીલ વિનુ ચારોલીયા, હર્ષદમિલની ચાલી પાસે આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નંબર 2 માંથી મયુર અરવિંદ સોલંકી, સેન્ટ્રલ બેંક પાસેથી રાજેશ વલ્લભ ધંધુકીયા, ધુવાવનાકા કોળીવાસમાંથી નાગનાથ ગેટ ખાતે રહેતો હિતેષ ઉર્ફે એલબી કરશન ભટ્ટી, સાધના કોલોની પાસેથી મહાવીરનગરમાં રહેતો વિકાસ તુલસી પરમાર નામના શખ્સને મોટરસાયકલ કિમંત રૂ. 40,000 નશો કરેલી હાલતમાં ચલાવી નીકળતા તેના સહિત નવ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ જામનગર જિલ્લાના લાલપુર બસ સ્ટેશન પાસેથી ધરારનગર શેરાની હોટલ પાસે રહેતો વિજયસિંહ નટુભા રાઠોડ, ચામુંડા પ્લોટ ભૂચર મોરી મેદાને જવાના કાચા રસ્તા પાસેથી રાજુ નાથા રાઠોડ, વિજય નાથા રાઠોડ, દિપક નાથા રાઠોડ, સિક્કા તળાવની પાળ પાસે કાચા રસ્તા પરથી કાળા કાળાભૂંગા રહેતો ચંદ્રશેખર કૃષ્ણમૂર્તિ ઐયર, નાની ખાવડી પાયલધાર પાસેથી સુખદેવસિંહ રવુભા જાડેજા, બાબુલાલ શિવમંગલ રાય અને સિક્કા દાવલશાપીરની દરગાહ પાસેથી નાઝ સિનેમા પાસે રહેતો રજાક અબ્બાસ પાલાણી સહિત આઠ શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાઈ જતાં કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર જિલ્લામાંથી તેર મહિલા સહિત 29 શખ્સો દેશીદારૂ સાથે ઝડપાયા

જામનગર શહેર સહિત જિલ્લાભરમાંથી દેશીદારૂ અંગે દરોડા કરી 13 મહિલા સહિત 29 શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરી 105 લીટર દેશીદારૂ અને 15 લીટર કાચો આથો સહિત રૂ. 2150નો મુદામાલ કબ્જે કરી પંદર ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ ગોકુલનગર પાણાખાણ શેરી નંબર 5 માંથી ડોલર ઉર્ફે ડોલરીયો મંગા લીંબડ નામના શખ્સને 5 લીટર દેશીદારૂ કિમંત રૂ. 100, શંકરટેકરી નહેરુનગર શેરી નંબર 3માંથી મિતેશ ઉર્ફે મીતીલો ચના બગડા નામના રહેણાંક મકાનમાંથી 6 લીટર દેશીદારૂ કિમંત રૂ. 120 કબ્જે લઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

પાણાખાણ શેરી નંબર 6માંથી જશવંતસિંહ ઉર્ફે જયલો ભીખુભા સોઢા 5 લીટર દેશીદારૂ કિમંત રૂ. 100 સાથે ઝડપાઈ જતાં કાર્યવાહી હાથ ધરી હતી.

ગણપતિનગર બાવરીવાસમાંથી શકુંતલાબેન દિપકભાઈ કોળીના ઝુપડામાંથી 6 લીટર દેશીદારૂ કિમંત રૂ. 120, રેખાબેન રાજકુમાર વઢીયારના ઝુંપડામાંથી 7 લીટર દેશીદારૂ કિમંત રૂ. 140, રેશમાબેન રાજેશ ડાભીના ઝુંપડામાંથી 4 લીટર દેશીદારૂ કિમંત રૂ. 80, દિ. પ્લોટ 49માંથી રાજલબેન જીવાભાઈ વીર 5 લીટર દેશીદારૂ કિમંત રૂ. 100, કુવરબેન કાનાભાઈ વીંજાણી 2 લીટર દેશીદારૂ કિમંત રૂ. 40, ગોકુલનગર જકાતનાકા પાસેથી બળુભા બચુભા સોઢા 4 લીટર દેશીદારૂ કિમંત રૂ. 80, વૂલનમિલ બાવરીવાસમાંથી કેશરીબેન રામપ્રકાશ પરમાર 7 લીટર દેશીદારૂ કિમંત રૂ. 140, ભાગ્યોદય સોસાયટી પાસેથી પ્રેમીલાબેન વસંતભાઈ ગોરી 5 લીટર દેશીદારૂ કિમંત રૂ. 100, હનુમાન ટેકરી પાસેથી રાજા જેઠા માયાણી 3 લીટર દેશીદારૂ કિમંત રૂ. 60, જાગૃતિનગર હિમાલય સોસાયટી પાસેથી સરસ્વતી કાનાભાઈ વઢીયાર 4 લીટર દેશીદારૂ અને જાગૃતિનગરમાંથી ગંગાબેન મહેન્દ્રભાઈ પરમાર 3 લીટર દેશીદારૂ કિમંત રૂ. 60 મળી આવતા 9 મહિલા સહિત અગિયાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

એમ.પી. શાહ ઉદ્યોગનગરમાંથી મુકેશ જીવરાજ દેગામા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો કરી 5 લીટર દેશીદારૂ કિમંત રૂ. 100, પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ઝુંપડામાંથી સરસ્વતી ઉર્ફે સરસુ ગોપાલ પરમારને 3 લીટર દેશીદારૂ કિમંત રૂ. 60, લક્ષ્મીબેન છોટુકિશન વઢીયારના ઝુંપડામાંથી  2 લીટર દારૂ કિમંત રૂ. 40, નાનકપુરી ઢાળીયા પાસેથી સુનીલ વિનુ ચારોલીયા 1 લીટર દારૂ કિમંત રૂ. 20, હર્ષદમીલની ચાલી પાસેથી મયુર અરવિંદ સોલંકી 1 લીટર દેશીદારૂ કિમંત રૂ. 20, સેન્ટ્રલ બેંક પાસેથી રાજેશ વલ્લભ ધંધુકીયા 1 લીટર દેશીદારૂ  કિમંત રૂ. 20, ધુંવાવનાકા કોળીવાસ પાસેથી હિતેષ ઉર્ફે એલબી કરશન ભટ્ટી 1 લીટર દારૂ કિમંત રૂ. 20, પીપરટોડા ગામમાંથી બળુભા જશુભા જાડેજાને 15 લીટર કાચા આથા કિમંત રૂ. 30 અને નાની ખાવડી પાયલધાર પાસેથી સુખદેવસિંહ રવુભા જાડેજાને 1 લીટર દારૂ કિમંત રૂ. 20 બે મહિલા સહિત અગિયાર શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

સાધના કોલોની એમ - 51 બ્લોકમાંથી શૈલેષ અરવિંદ રાઠોડ નામના શખ્સને 17 લીટર દારૂ કિંમત રૂ. 340 સાથે ઝડપી લઈ હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડાની શોધખોળ હાથ ધરી હતી, લાલપુર તાલુકાના સેવકભરડીયા ગામે આલબાઈ હકરાજના ઝુંપડામાંથી 6 લીટર દેશીદારૂ 120 અને સિક્કા શ્રીજી સોસાયટીમાંથી હલીમા કાસમ જુણેજાના મકાનમાંથી 2 લીટર દેશીદારૂ કિમંત રૂ. 140 મળી આવતાં બંને મહિલાની શોધખોળ હાથ ધરી હતી.