અન્ય એક ચોરાઉ મોટરસાયકલ તથા ચોરીમાં ઉપયોગ લીધેલ વાહન કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શહેરમાં પ્રણામી ગ્રાઉન્ડમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે બે શખ્સને ઝડપી લઈ કુલ બે ચોરાઉ અને એક ચોરીમાં ઉપયોગ લીધેલ મોટરસાયકલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેર-જિલ્લામાં અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પ્રેમસુખ ડેલુએ સૂચના આપી હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.ડી. વસાવાના માર્ગદર્શન હેઠળ સીટી સી ડીવીઝન પીઆઈ પી.એલ. વાઘેલા અને એન.એ. ચાવડાની  સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે જાવેદભાઈ વજગોળ, વિપુલભાઈ સોનાગરા અને ખીમશીભાઈ ડાંગરને બાતમી મળી હતી કે સાધના કોલોનીમાં રહેતો ભરત નારણ ફફલ અને ઇન્દિરા સોસાયટીમાં રહેતો મુકેશ ગીરધર પરમાર નામના શખ્સો ચોરાઉ મોટરસાયકલ સાથે નીકળવાના હોય જેથી તેને રોકી પોકેટકોપમાં નંબર નાખી ખરાઈ કરતાં ચોરીનું હોવાનું નીકળતા પૂછપરછ હાથ ધરતા ગત તા. 8ના લેઉવા પટેલ સમાજની સામે પ્રણામી ગ્રાઉન્ડમાંથી જયેશભાઈ મધુભાઈ કથીરિયાની પાર્ક કરેલ જીજે 10 સીએમ 1583 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી તથા અન્ય એક મોટરસાયકલ સાધના કોલોનીમાંથી ચોરી હોય અને અન્ય એક મોટરસાયકલ જીજે 37 ઈ 9113 નંબરની મળી કુલ બે ચોરાઉ અને એક ચોરીમાં ઉપયોગમાં લીધેલ ત્રણ મોટરસાયકલ રૂ. 80,000નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.