કાલાવડ તાલુકાના નાની નાગાજરગામે યુવાનનો આપઘાત 

જામનગર મોર્નિંગ - જામનગર (પ્રતિનિધિ, ભરત રાઠોડ દ્વારા) 

જામનગર શહેરમાં આવેલ કિશાન  ચોક વિસ્તારમાં રહેતી યુવતી અને કાલાવડ તાલુકાના નાની નાગાજરગામે યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા બંને બનાવની સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ પવનચક્કી કિશાન ચોક વિસ્તારમાં રહેતી સપના ચિરાગભાઈ નંદા નામની બાવીસ વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

યુવતીના લગ્ન નવ માસ પહેલા જ થયા હોય અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સાસરા પક્ષ વાળાના ત્રાસથી કંટાળી યુવતીએ આત્મહત્યાનું પગલું ભર્યું હોય, પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ આગળની પૂછપરછ હાથ ધરી છે.

જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજરગામે રહેતો માલધારી યુવાન મચ્છાભાઈ પરબતભાઈ ગમારા (ઉ. વ. 35)એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતાં એ.એસ.આઈ. નિતેશભાઈ છૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.