સિગ્નેચરબ્રીજની કામગીરીની પ્રગતિ જોવા ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી ધારાસભ્ય પબુભા માણેક સાથે મુલાકાત લીધી
આઝાદી બાદ પ્રથમ વખત ઓખાપોર્ટથી યાત્રાધામ બેટ દ્વારકા ટાપુને જમીનથી જોડવા માટેના ઐતિહાસિક કેબલ સ્ટેડ બ્રિજના કામનો ધમધમાટ
જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા દ્વારા)
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંના એક એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામા નિર્માણાધીન સિગ્નેચરબ્રીજની કામગીરીની પ્રગતિ જોવા ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી ધારાસભ્ય પબુભા બાપુ સાથે મુલાકાત લીધી હતી, નોંધપાત્ર છે કે આઝાદી બાદ પ્રથમ વખત ઓખાપોર્ટથી યાત્રાધામ બેટ દ્વારકા ટાપુને જમીનથી જોડવા માટેના ઐતિહાસિક કેબલ સ્ટેડ બ્રિજના કામનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે.
પ્રાકૃતિક વિવિધતાઓ સાથે આસ્થાના પ્રતિક એવા બેટ દ્વારકા ટાપુ સુધી પણ હવે વાહન માર્ગે જઈ શકાશે. અહી શીખ સમુદાય હવેલી સંપ્રદાય સહિત વિવિધ ભક્ત સમુદાયોના મહત્વના શ્રદ્ધાના ધામો આવેલા છે અને વરસે લાખો યાત્રાળુઓ-પ્રવાસીઓ આવે છે, જ્યારે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી હતા ત્યારેજ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દરિયામાં કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ બાંધવા પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને મહત્વપુર્ણ નિર્માણનો સંકલ્પ કર્યો હતો.
ત્યારબાદ વડાપ્રધાન મોદી નેતૃત્વમા કેન્દ્ર સરકાર અસરકારક અને ઝડપી સુવિધા સાકાર કરવા રૂ.૯૬૨ કરોડનું બજેટ મંજૂર કરીને ૩.૭૫ કિલોમીટરના દરિયાઈ અંતરને રોડ માર્ગે જોડવા સિગ્નેચર સ્ટડ બ્રીજ શ્રધ્ધાળુઓ માટે તૈયાર કરાવી રહી છે.
વર્ષે ૨૦ લાખથી વધુ શ્રધ્ધાળુ અને બેટ દ્વારકાના ૮૦૦૦ નાગરીકોની વર્ષોથી આ બ્રીજ માટેની માંગણી સંતોષાઇ હોય આ નિર્માણથી અવર-જવરમાં રાત- દિવસ સુગમતા અને સમયની બચત થશે.
૩.૭૩ કિ.મી. લંબાઈનો ચાર ર્માિગય કેબલ સ્ટેડ સિગ્નેચર ૨૭.૨૦ મીટર પહોળો બનશે. ૨.૫ મીટરની ફુટપાથ અને તેના ઉપર સ્ટ્રીટ લાઈટ પણ હશે. ફુટપાથ ઉપર સોલાર પેનલ ફિટ થશે જેથી છાયડો રહે જેથી જરૂરી જેટલા મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે. કેબલને આધાર આપવા બ્રીજમાં ૧૫૦ મીટર (૪૫૦ ફુટ) ઉંચા બે પાઈલોન ટાવર બન્યા છે બ્રીજમાં ઓખા તરફ ૩૦૯ મીટર, બેટદ્વારકા તરફ ૧૧૦૧ મીટર એપ્રોચની લંબાઈ રહેશે. એપ્રોચના ૨.૩૨ કિ.મી. સિવાય ૯૦૦ મીટરનો હિસ્સો કેબલ સ્ટેન્ડ ઉપર લટકતો બનશે મોરપિચ્છના ચિન્હ સાથે આ બ્રીજ રાત્રી દરમિયાન લાઈટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળશે.
આ સમગ્ર કામગીરીના ધમધમાટનુ બારીકાઇથી નિરીક્ષણ કરી ગુજરાતને મળેલી કેન્દ્ર સરકારની મહત્વની અનેક ભેંટ માની એક ભેંટ સમાન અને સ્ટ્રક્ચરલ અને આર્કીટેક્ટ અને ડેકોરેશનના નમુનેદાર ગણાતા બ્રીજના કામની પ્રગતિ ચકાસીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ એ પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સાથે આ ખાસ મુલાકાત દરમ્યાન સુદ્રઢ અને ઝડપી કામગીરી કરવા સાથેના જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા.
0 Comments
Post a Comment