જામનગર મોર્નિંગ - જામનગર
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની જિલ્લા કક્ષાની શિબિર તા. ૧૮-૧૨-૨૦૨૨ના રવિવારે સવારે ૯.૦૦ થી ૩.૦૦ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં યોજવામાં આવી. ૧૮૧ જેટલા સ્પર્ધકોના રજીસ્ટ્રેશન સાથે તેમને પુરસ્કાર તથા વાહન ભથ્થું આપવામાં આવ્યું. ઉદઘાટન સમારોહમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી રાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત શ્રીમતી મધુબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા બાદ કેળવણી કરો દિલીપભાઈ વ્યાસ, ઘનશ્યામભાઈ અજુડીયા અને ભગવાનજીભાઇ કાનાણીએ મોટીવેશન્સ સ્પીચ આપી હતી. બપોરના ભોજન બાદ સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ ભજન, લોકગીત, વકતૃત્વ, પ્રતિભાવ રજુ કરી શિક્ષકો વાલીઓને પ્રસન્ન કર્યા હતા. ધો. ૫ થી કોલેજ સુધીમાં પ્રથમ ૨ સ્થાન પ્રાપ્ત કરનારાઓમાં જામનગર શહેરના ૮, જામજોધપુરના ૪, લાલપુરના ૩, જામખંભાળિયાના ૩, પોરબંદરના ૧, તેમજ કાલાવડના ૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. જેમને મહેમાનો તથા તાલુકાના સંયોજકોના હસ્તે રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા. પરીક્ષામાં ભાગ લેનાર શાળાઓને પણ ટેબલ કેલેન્ડર અર્પણ કરવામાં આવ્યા. જિલ્લા કન્વીનર મનહરભાઈ જોશીએ શરૂઆતથી અત્યાર સુધીમાં સહયોગી થનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો. રાજય કક્ષાની શિબિર તા. ૦૧-૦૫-૨૦૨૩ના રવિવારે સવારે ૧૦ થી ૨ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં યોજવામાં આવશે તેવી ઘોષણા સાથે શિબિરની પુર્ણાહુતિ કરવામાં આવી. સમય મર્યાદામાં શિસ્તબધ્ધ રીતે સંપન્ન થાનાર શિબિરનું સંચાલન ગાયત્રી પરિવારના સી. પી. વસોયાએ કર્યું હતું.
0 Comments
Post a Comment