બ્રહ્મજ્ઞાનની સ્થિરતા જ જીવનમાં મુક્તિનો  માર્ગ પ્રશસ્ત કરે છે

- નિરંકારી સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

જામનગર મોર્નિંગ - દિલ્હી

“બ્રહ્મજ્ઞાન ની પ્રાપ્તિ થી જીવનમાં વાસ્તવિક ભક્તિ નો પ્રારંભ થાય છે અને તેની સ્થિરતા થી આપણું જીવન ભક્તિમય તથા આનંદિત બની જાય છે. “ઉપરોક્ત ઉદગાર નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ દ્વારા ગ્રાઉન્ડ નમ્બર ૮, નિરંકારી ચોક, બુરાડી રોડ, દિલ્લી માં આયોજિત ‘નવવર્ષ’ ના વિશેષ સત્સંગ સમારંભ માં ઉપસ્થિત દરેક શ્રદ્ધાળુઓ ને સંબોધિત કરતા વ્યક્ત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ નો લાભ લેવા માટે દિલ્લી તથા એન.સી.આર. સહીત બીજા અનેક સ્થાનો પર થી પણ હજારો ની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને દરેકે નવા વર્ષ ના પ્રથમ દિવસ પર સતગુરુ ના સાકાર દિવ્ય દર્શન તથા પવન પ્રવચનો થી પોતાને આનંદિત તથા કૃતાર્થ કર્યા.

સતગુરૂ  માતા જી એ બ્રહ્મજ્ઞાન નું મહત્વ બતાવતા જણાવ્યું કે બ્રહ્મજ્ઞાન નો અર્થ દરેક ક્ષણ માં આના અજવાળા માં રહેવું છે અને આ અવસ્થા આપણા જીવનમાં ત્યારે જ આવે છે જયારે આની સ્થિરતા નિરંતર બની રહે, ત્યારે જ વાસ્તવિક રૂપ માં મુક્તિ સંભવ છે. આ થી વિપરીત જો આપણે માયા ના પ્રભાવ માં જ રહીએ તો નિશ્ચિત જ આનંદ ની અવસ્થા અને મુક્તિ પ્રાપ્ત કરવી સંભવ નથી. જીવન ની સાર્થકતા તો તેમાં જ છે કે આપણે માયા ના પ્રભાવ થી પોતાને બચાવી આપણા જીવન ના ઉદ્દેશ્ય ને સમજીએ કે આ પરમાત્મા શું છે અને આપણે તેને જાણવા માટે પ્રયાસ કરતા રહીએ. આ સંસાર માં નિરંકાર તથા માયા બંને નો જ પ્રભાવ નિરંતર બની રહે છે. તેથી આપણે પોતાને નિરંકાર થી જોડી ને ભક્તિ કરવાની છે. આપણા જીવનમાં સેવા, સુમિરણ, સત્સંગ ને માત્ર એક ક્રિયા ના રૂપ માં નહિ, એક ચેકલીસ્ટ ના રૂપ માં નહિ  કે માત્ર પોતાની ઉપસ્થિતિ જાહેર કરવા માટે નહિ પરંતુ નિરંકારી ની સાથે વાસ્તવિક રૂપ માં જોડાઈ ને પોતાનું કલ્યાણ કરવાનું છે.

સતગુરૂ  માતાજી એ ઉદાહરણ સહીત સમજાવ્યું કે જેવી રીતે એક વિદ્યાલય માં દરેક વિદ્યાર્થી શિક્ષા ગ્રહણ કરવા આવે છે અને જે વિદ્યાર્થીઓ ને જ્ઞાન સમજ નથી આવતું તેમના સંદેહ નિવારણ માટે ત્યાં અધ્યાપક ઉપસ્થિત હોય છે જે તેમની શંકાઓ નું નિવારણ કરી તેમણે સાચું માર્ગદર્શન આપે છે. ત્યાં જ બીજી તરફ અન્ય વિદ્યાર્થી સંકોચ અથવા કોઈ પણ અન્ય કારણોસર તે શંકાઓ ને પોતાના મનમાં બેસાડી લે છે અને પછી તે જ શંકા નકારાત્મક ભાવો માં પરિવર્તિત થઇ જાય છે, જેના પ્રભાવમાં આવી તે શંકાઓ નું તે નિવારણ નથી કરતા અને પરિણામ સ્વરૂપ તે જીવન માં ક્યારે પણ સફળ થઇ શકતા નથી. સતગુરુ નો ભાવ માત્ર એ જ કે બ્રહ્મજ્ઞાન લેવા માત્ર થી જીવનમાં સફળતા સંભવ નથી પરંતુ તેને સમજી, જીવનમાં તેને સ્થિર કરવાથી જ કલ્યાણ સંભવ છે. નહિ તો આપણું જીવન જ્ઞાન ના અજવાળા માં પણ અંધકારમયી બની ને રહી જાય છે અને આપણો અમુલ્ય જન્મ આપણે ભ્રમો માં જ વ્યતીત કરી દઈએ છીએ.

મુક્તિ માર્ગ નો ઉલ્લેખ કરતા સતગુરુ એ જણાવ્યું કે મુક્તિ માત્ર તે જ સંતો ને પ્રાપ્ત થાય છે જેમણે ખરેખર બ્રહ્મજ્ઞાન ની દિવ્યતાને સમજી છે અને તેને પોતાના જીવનમાં અપનાવી છે. જીવન ની મહત્તા અને મુલ્યતા ત્યારે જ થાય છે જયારે તે વાસ્તવિક રૂપ માં જીવવામાં આવે ન કે દેખાડો કરવા માટે. વાસ્તવિક ભક્તિ તો એ છે જેમાં આપણે બધા દરેક ક્ષણ માં આ નિરંકાર પ્રભુ થી જોડાયેલા રહીએ.

અંત માં સતગુરુ એ દરેક માટે એ જ અરદાસ કરી કે આપણે દરેક પોતાના ઉત્તમ વ્યવહાર તથા ભક્તિમય જીવન થી આખા સંસાર ને પ્રભાવિત કરતા સુખદ તથા આનંદમયી જીવન જીવીએ. દરેક સંતો નું જીવન નિરંકાર નો આધાર લઇ શુભ તથા આનંદિત રૂપ માં વ્યતીત થાય.