જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના મોડપર ગામમાં વાડી વિસ્તારમાંથી મંગળવારે વહેલી સવારે યુવક અને યુવતીના કુવામાંથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરના મોડપર ગામની વાડી વિસ્તારમાં આવેલ કુવામાંથી 17 વર્ષના નકુલ નથુભાઈ કરમુર અને 20 વર્ષના ભારતીબેન જીવાભાઈ કરમુર નામના યુવક યુવતીના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસને જાણ કરાયા બાદ પીએમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપું કારણ જાણવા સહિતની કામગીરીનો ધમધમાટ આદર્યો હતો.
0 Comments
Post a Comment