• જામનગર મહાનગરપાલિકા અને કોન્ટ્રાકટરની બેદરકારી !


જામનગર મોર્નિંગ - જામનગર તા.10 : જામનગર શહેરના ઇન્દિરા માર્ગ નજીક ગોકુલ હોસ્પિટલ નંદ ટ્રાવેલ્સની સામેની સાઈડમાં આવેલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે જેમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાકટ દ્વારા ગટર માટે પાંચ દિવસ જેટલાં સમયથી ખોદકામ કરીને જતા રહ્યા છે ત્યાં રહીશોના રસ્તાઓ માં મોટા ખાડા કરી નાખ્યા આટલા દિવસો થયા પણ હજુ કામ આગળ નથી વધતું સ્થાનિકો એ જણાવ્યું કે અમારા રસ્તા ખોદી નાખ્યા અમારે ઘરે કેમ આવવું જવુ છતાં કોન્ટ્રાકટર કે કોર્પોરેટર પણ આ બાબતે પૂરતું ધ્યાન આપતાં નથી જેથી સ્થાનિકોની માંગ છે કે આ ગટર માટે થયેલ ખોદકામ માં વહેલી તકે કામ આગળ વધે અમારા રસ્તામાં થયેલ ખોદકામમાં વહેલા ખાડા પુરાઈ જાય જેથી આવન-જાવન માં મુશ્કેલી ના પડે.


ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના ઘણા વિસ્તારમાં અનેક વખત આવી ફરિયાદો ઉઠી છે ક્યાંય રોડના કામ અધુરા છોડીને જતા રહે ક્યાંક ગટરના કામ સ્થાનિકો જયારે રજુઆત કરે ત્યારે કોન્ટ્રાકટર એજન્સી કે કોર્પોરેટર કોઈ સાંભળતું નથી અથવા તો જવાબ આપતું નથી જયારે મહાનગર પાલિકા પણ બેદરકાર થઈને તમાચો જોતું રહે છે કામ કરાવવાના બદલે.