જામનગર મોર્નિંગ - જામનગર

અલ્ટ્રાકેબ(ઈન્ડિયા) લિમિટેડે પ્રતિષ્ઠિત ગ્રૂપોમાંના એક “ધ ટાટા પાવર કંપની લિમિટેડ"( ટાટા ગ્રૂપ ઓફ કંપની) તરફથી અંદાજે રૂ. 2288.32 લાખનો ઓર્ડર મેળવ્યો છે.

ટાટા પાવર કંપની ભારતની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ પાવર કંપની છે. તેમજ તે આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ પણ ધરાવે છે. કંપની પાવર ક્ષેત્રના તમામ સેગમેન્ટ્સમાં કાર્યરત છે. જેમકે ફ્યુઅલ એન્ડ લોજિસ્ટીક્સ, જનરેશન(થર્મલ, હાઈડ્રો, સોલાર અને વિન્ડ), ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રેડિંગ.

અલ્ટ્રાકેબ(ઈન્ડિયા) લિમિટેડ ભારતમાં વાયર્સ એન્ડ કેબલ મેન્યૂફેક્ચરર્સમાં અગ્રણી નામ છે. કંપની ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં(શાપર-વેરાવળ) સ્થિત છે. તેની સ્થાપના 2007માં યુવાન અને ગતિશીલ સાહસિકે કરી હતી. અલ્ટ્રાટેક આ ક્ષેત્રે 22થી વધુ વર્ષોથી કાર્યરત છે. કંપની શરુઆતથી જ ઝડપી વૃદ્ધિ દર્શાવી રહી છે.

ટાટા ગ્રૂપ કંપની, ટાટા પાવર કંપની લિમિટેડ તરફથી આટલા મોટા ઓર્ડરે કંપનીની સિધ્ધિઓમાં એક વધુ ઉમેરો કર્યો છે. તેના અન્ય પ્રતિષ્ઠિત ગ્રાહકોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ભેલ, વેસ્ટર્ન રેલ્વે, બીપીસીએલ, આઈઓસીએલ, એચપીસીએલ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્ટપોર્ટ સહિત ઘણા નામોનો સમાવેશ થાય છે. કંપનીના જાણીતા કોર્પોરેટ ક્લાયન્ટ્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અદાણી ગ્રૂપ, હિંદુસ્તાન ઝીંક લિમિટેડ, આદિત્ય બિરલા ગ્રૂપ, સુઝલોન એનર્જી લિમિટેડ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર વગેરેનો સમાવેશ થાય છે.

કંપની તેના વૃદ્ધિ દરને વેગ આપવા માગે છે. સાથે તે મોટી પ્રોડક્ટ્સ રેંજ અને નવા સંભવિત માર્કેટ્સમાં પ્રવેશ મારફતે તેના માર્જિન્સ અને નફાકારકતામાં વૃદ્ધિનો ઉદ્દેશ ધરાવે છે.

મજબૂત બિઝનેસ પ્લાન્સને જોતાં અલ્ટ્રાકેબ તેના ઉદ્દેશ હાંસલ કરવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે. કંપની તેના વર્તમાન તથા ભાવિ સ્ટ્રેટેજિક ભાગીદારોના સપોર્ટ થી આગામી 2-3 વર્ષોમાં ગ્રોથના નવા તબક્કામાં પ્રવેશવા તૈયાર છે.