સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને કાર સહિત રૂ. 17.55 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામજોધપુરમાં ભાગવત સપ્તાહમાં હાજર એક મહિલાના ગળામાંથી ચાર તોલાનો સોનાનો ચેન ગીર્દીનો લાભ લઈ એક મહિલાએ ખેંચી લીધો હતો બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં જામનગર એલસીબી પોલીસ અને જામજોધપુર પોલીસે ટેકનીકલ સોર્સ દ્વારા રાજસ્થાનની ગેંગની 11 મહિલા સહિત પંદર શખ્સોને ચોટીલા પાસેથી રૂ. 17.55 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામજોધ૫ુર શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા ખોજાખાના પાસે પિયુષભાઈ મનસુખભાઈ વૈષ્નાણી નામના પટેલ આસામીએ હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. જેમાં બુધવારે પિયુષભાઈના માતા સવિતાબેન (ઉ.વ.૬૫) સહિતના પરિવારજનો અને આમંત્રિતો ઉપસ્થિત હતા. બુધવારે બપોરે બારેક વાગ્યે કથામાં વિરામ જાહેર થયા પછી વૈષ્નાણી પરિવાર દ્વારા રાખવામાં આવેલા સમૂહ પ્રસાદના સ્થળે સવિતાબેન તથા અન્ય મહિલાઓ પ્રસાદ લેવા માટે પહોંચ્યા હતા. આ વેળાએ ત્યાં રહેલી ગીર્દી વચ્ચે ધક્કામૂક્કી થઈ હતી અને તેનો લાભ લઈ એક મહિલાએ સવિતાબેનના ગળામાંથી ચારેક તોલાનો સોનાનો ચેન ઝૂટવ્યો હતો જેની તરત જ સવિતાબેનને જાણ થતાં તેઓએ બૂમાબૂમ કરી હતી બાદમાં પોલીસને બોલાવવાની તજવીજ કરાતા અન્ય ચાર મહિલાઓએ પણ પોતાના ગળામાંથી સોનાના ચેન સેરવાઈ ગયાની રાવ કરી હતી. પિયુષભાઈના મામીના ગળામાંથી બે તોલાનો સોનાનો ચેન અને અન્ય બે મહિલાના ગળામાંથી એક તથા સવા તોલાના ચેન સેરવાયા હતા.

બાદમાં એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીમાં માર્ગદર્શન હેઠળ એલસીબી તથા જામજોધપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. નાદમાં એલસીબી સ્ટાફના વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી અને રાકેશભાઈ ચૌહાણે બનાવ સ્થળ પર વિઝીટ કરી વર્કઆઉટ કરી આ કામમાં વપરાયેલી અર્ટિગા કારનો નંબર ઈ ગુજકોપમાં સર્ચ કરતા આ ગેંગ રાજસ્થાનના જયપુર બાજુની હોવા જાણવા મળ્યું હતું, બાદમાં એલસીબીના હરદીપભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા અને ફિરોજભાઈ ખફી રાજકોટ તરફ ગયા હતા અને ટેકનીકલ સોર્સના આધારે આરોપીઓનો મોબાઈલ નંબર મેળવી ચોટીલા પાસે લોકેશન મળતા ચોટીલા પોલીસનો સહયોગ મેળવી ચોટીલા ખાતેથી સુનીલ સુરજપાલ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), સની બચુભાઈ બાવરીયા (રહે. મરોલીનગામ થાના હોડ઼લ, પલવલ,રાજસ્થાન), સોનુ નરેશ બાવરીયા (રહે. ઇકરંદગામ, થાના0 ચીકસાના, ભરતપુર, રાજસ્થાન), જીતેન્દ્ર બહાદુર બાવરીયા (રહે. પંડીત કોલોની, ઘે ગોલી, અલવર, રાજસ્થાન), સોનીયા સની બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), મોની દિપક બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), સુરેશની સુનીલ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), મોના જસમંત બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), સરફી નરેશ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), ભુરી પપ્પુ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), ગુડીયા રાકેશ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), સમોતા મહાવીર બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), બિમલેશ અનીલ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન), આશા રાજેશ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન)અને કોમલ બચુ બાવરીયા (રહે. રણજીતનગર, કચી બસ્તી, ભરતપુર, રાજસ્થાન) નામના શખ્સોને સોનાના છ નંગ ચેઇન કિમંત રૂ. 6,25,000, સોનાના મંગળસુત્ર, બુટીઓ, ચાંદીના સાંકળા કિમંત રૂ. 84,500, રોકડ રકમ રૂ. 18,000, 11 નંગ મોબાઈલ ફોન રૂ. 28,000, બે કાર રૂ. 10,00,000 કુલ મળી રૂ. 17,55,500નો મુદામાલ કબ્જે કરી 11 મહિલા સહિત પંદર શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરી જામજોધપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ હતા. 

ઉપરોક્ત આરોપીઓ માંથી મહિલાઓ જે જગ્યાએ કથાઓ, મેળાવડાઓ, મંદિરો તેમજ ભીડભાડ વાળી જગ્યાએ જઈ ભીડનો ફાયદો ઉઠાવી બે-ત્રણ મહિલાઓ ધક્કામુકી કરી મહિલાઓના ગળામાંથી ચેઈન આંચકી લઈ ચોરીઓને અંજામ આપતી હોવાનું કબુલાત આપી હતી. 

આ કાર્યવાહી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહીલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રીવેદી, બીજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જામજોધપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એમ.જી. વસાવા, પ્રજ્ઞરાજસિંહ જાડેજા, માનસંગભાઈ જાપડીયા, અશોકભાઈ ગાગીયા, દિલીપભાઈ જાડેજા, રૂષીરાજસિંહ વાળા વિગેરે એ કરી હતી.