જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાંથી રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો કરી 16 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ લાલપુર હાઈવે પરથી એક શખ્સને એક નંગ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ભીમવાસ શેરી નં. 1માં મેલડી માતાના મંદિર વાળી ગલીમાં રહેતા સુનીલ ઉર્ફે વિપુલ ધવલ, મુકેશ વિપુલ ધવલ અને આકાશ વિપુલ ધવલના રહેણાંક મકાનમાં સીટી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે શુક્રવારે રાત્રે દરોડો કરી રૂ. 8000ની કિમંતની 16 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે લાલપુરથી જામનગર તરફ આવતા હાઈવે પર આવેલ ઉમીયા માતાજીના મંદિર પાસેથી લાલપુર પોલીસે શુક્રવારે રાત્રે લાલપુરમાં ખોજ મસ્જિદ પાસે રહેતો ફિરોજ તાલબ સુભણીયા નામના શખ્સને એક નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment