જામનગર મોર્નિંગ - જામનગર

પર્સનલ વેલનેસ માટે વિવિધ આયુર્વેદિક દવા પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરનારી અગ્રણી બ્રાન્ડ રજનીશ વેલનેસ લિમિટેડે ઈસ્ટર્ન રેલવેનું એક પ્રતિષ્ઠિત ટેન્ડર જીતવામાં સફળતા મેળવી છે. કંપની પાંચ વર્ષના ગાળા માટે લાઈસન્સના આધાર પર ઈસ્ટર્ન રેલવેના 270 સ્ટેશનો પર હેલ્થકેર કેન્દ્રિત મલ્ટી-યુટિલિટી સ્ટોર (વેલનેસ સેન્ટર) ઊભા કરશે. રેલવે અધિકારીઓએ કોન્ટ્રાક્ટ શરૂ થવાની તારીખથી પાંચ વર્ષના ગાળા માટે કંપનીના ટેન્ડર દસ્તાવેજો સ્વીકારી લીધા છે. કંપની લાઈસન્સ ફીમાં વધારા સાથે પહેલી વાર્ષિક લાઈસન્સ ફી પેટે રૂ. 3.25 કરોડ ચૂકવશે.

કંપનીને મંજૂરી સાથે પૂર્વ રેલવે તરફથી તારીખ 16 ફેબ્રુઆરી, 2023ના રોજ ઓફિશિયલ લેટર પ્રાપ્ત થયો હતો અને તેને 15 દિવસના ગાળામાં ઓફરની સ્વીકૃતિના સમર્થનમાં સ્વીકૃતિ પત્ર રજૂ કરવા માટે જણાવાયું છે. કંપનીને 15 દિવસની અંદર સિક્યોરિટી ડિપોઝીટની સાથે પહેલા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક લાઈસન્સ ફીના 50 ટકા રકમ ચૂકવવા માટે જણાવવામાં આવ્યું છે.

વધુ વિગતો રજૂ કરતાં શ્રી રજનીશકુમાર સુરેન્દ્રપ્રસાદ સિંઘ, પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર, રજનીશ વેલનેસ લિમિટેડએ જણાવ્યું હતું કે, “અમે પૂર્વીય રેલવે તરફથી આ પ્રતિષ્ઠિત ટેન્ડર જીતીને ખૂબ જ ખુશ છીએ અને આગામી પાંચ વર્ષમાં ભાગીદારીનો લાભ લેવા આતુર છીએ. કંપનીએ ઉત્પાદન લાઇનને વિસ્તારવા, વધુ ચેનલ ભાગીદારો ઉમેરવા વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીને તાજેતરના ભૂતકાળમાં નોંધપાત્ર વ્યૂહાત્મક પહેલો હાથ ધરી છે. અમારું લાંબા ગાળાનું ધ્યાન રિટેલ ફૂટપ્રિન્ટ્સનું વિસ્તરણ, નવી પ્રોડક્ટ લોન્ચ દ્વારા વૃદ્ધિમાં રોકાણ કરવા પર છે. અમે આશા રાખીએ છીએ કે સૂચિત વિસ્તરણ પછી, અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એવી રીતે અમલમાં મુકી શકીશું કે જે સતત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ડિલિવરી સાથે તમામ હિતધારકો માટે મહત્તમ મૂલ્ય બનાવે.

રજનીસ વેલનેસ એ રજનીશ હોટ ડિલ પ્રાઈવેટ લિમિટેડનું વિસ્તરણ દ્વારા ઊભું કરાયેલું એકમ છે. રજનીશ હોટ ડીલ પ્રાઈવેટ લિમિટેડે અભૂતપૂર્વ વિકાસ સાધીને હવે પબ્લિક લિમિટેડ કંપની બની ગઈ છે. તે વર્ષ 2009માં ક્વિક સર્વિસ (QS) એડવર્ટાઈઝિંગ નામ સાથે એક નાનકડા ટેલિશોપિંગ સાહસ તરીકે શરૂ થયું હતું અને લોકોના વ્યક્તિગત અને જાતીય સુખાકારી માટે સમર્પિત આયુર્વેદિક ઉત્પાદન ઉદ્યોગમાં દાર્શનિક અને ફિઝિકલી એક બ્રાન્ડ બની ગયું છે. અમારી લોકપ્રિય બ્રાન્ડના વારસાને ચાલુ રાખીને કંપની ઉચ્ચ-ગુણવત્તાવાળા અને અસરકારક પ્રોડક્ટ્સ પહોંચાડે છે જે અમારા ગ્રાહકોના વ્યક્તિગત અને જાતીય જીવનમાં સર્વોચ્ચ સુખાકારી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી. રજનીશ કુમાર સુરેન્દ્ર પ્રસાદ સિંહે વ્યક્તિગત રીતે ડોર-ટુ-ડોર સેલ્સમેન તરીકે વ્યવસાય શરૂ કર્યો હતો અને આજે રજનીશ વેલનેસ 190થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. રજનીશ વેલનેસ એ એક બ્રાન્ડ છે – જે ગ્રાહકોની વ્યક્તિગત જાતીય સુખાકારી માટે વિવિધ આયુર્વેદિક ઔષધીય પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. અમારા ઉત્પાદન પોર્ટફોલિયોમાં આયુર્વેદિક નૈતિક દવાઓ, વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો, ઔષધીય જાતીય ઉન્નતીકરણ ઉત્પાદનો આવરી લેવામાં આવ્યા છે જે તબીબી કાઉન્ટર્સ પર સરળતાથી ઉપલબ્ધ છે.