જામનગર મોર્નિંગ - જામનગર (રાજેશ પરમાર) 


જામગરીમાં સરકારી શાળા નં. 42માં ઈ-શ્રમ કાર્ડ કાઢવાનું અભિયાન ગત તા. 10-2ના રોજ સરકારી મજુર અધિકારી ધ્વનીબેન રામી, મનપાના સીડીપીઓ નિયતીબેનની હાજરીમાં યોજાયું હતું. આ અભિયાનમાં ભારતીય મજદૂર સંઘના અરવિંદભાઈ વ્યાસ, ભારતીય આંગણવાડી કર્મચારી સંઘના પ્રદેશ મહામંત્રી આરતીબેન વારા, જિલ્લા પ્રમુખ મેઘનાબેન ચતવાણી અને આંગણવાડીના કાર્યકર અર્ચનાબેન, સરોજબેન અને હેલ્પરો તથા બાલમંદિરના કાર્યકર અને હેલ્પર બહેનો હાજર રહ્યા હતા. ઈ-શ્રમ કાઢવાની કામગીરી તમામ આંગણવાડીમાં કરવામાં આવે તેવી અપીલ પ્રદેશ મહામંત્રી આરતીબેન વારા દ્વારા કરવામાં આવી હતી.