જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાસે બનેવીએ સાળાને તારી બહેન છુટાછેડા નથી આપતી કહી છરીના ઘા મારી સાથે રહેલ શખ્સોએ પણ હુમલો કરતા સાળાની ફરિયાદ પરથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.   

મળતી વિગત મુજબ જામનગરમાં આવેલ જી.જી. હોસ્પિટલ પાસે શિવમ હોટલ સામે રોડ પર રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે નવાગામ ઘેડમાં હનુમાન ચોક ખાતે રહેતો કરણ વિજયભાઈ પરમાર નામનો યુવાન ઉભો હોય ત્યારે ત્યાં તેનો બનેવી રોહીત શીંગાળા આવી જઈ કરણને કહ્યું કે તારી બહેન કલ્પનાને અવારનવાર છુટાછેડા આપવાનું કહ્યું છે તો પણ છુટાછેડા આપતી નથી જેથી કરણે બનેવી રોહીતને જણાવ્યું હતું કે અમારે છુટાછેડા નથી આપવા આમ કહેતા રોહીતે ઉશ્કેરાઈ જઈ સાળા કરણ પર છરી વડે હુમલો કરી બે ઘા મારી જેમ મન ફાવે તેમ ગાળો આપી જો તારી બહેન છુટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તથા રોહીત સાથે રહેલ નીતિન શીંગાળા અને કુટુંબી ભાઈ સન્નીએ પણ કરણને ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડતાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 324, 323, 504, 506(2), 114 તથા જીપીએકટ કલમ 135 (1) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ આર.પી. અસારી ચલાવી રહ્યા છે.